મુંબઈ51 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 18 ઓક્ટોબરે સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 80,640ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
માર્કેટ ખૂલતા જ સેન્સેક્સના 30 શેરોમાંથી 25 ઘટ્યા હતા જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 43 ઘટ્યા હતા. બેન્કિંગ અને ઓટો સહિતના તમામ ઈન્ડેક્સ ઘટ્યા હતા.
એશિયન બજારો માટે મિશ્ર કારોબાર
- એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 0.38% સુધી ઉછળ્યો છે. કોરિયાનો કોસ્પી 0.39%ના ઘટાડા સાથે અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.60%ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
- 17 ઓક્ટોબરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.37% વધીને 43,239 પર અને Nasdaq 0.036% વધીને 18,373 પર બંધ થયો હતો. S&P 500 0.017% ઘટીને 5,841 થયો.
- NSE ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FIIs)એ 17 ઓક્ટોબરે ₹7,421.40 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII)એ ₹4,979.83 કરોડના શેર ખરીદ્યા હતા.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ 2.37 ગણો સબસ્ક્રાઈબ થયો કોરિયન કાર ઉત્પાદક હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનો IPO છેલ્લા દિવસે કુલ 2.37 વખત સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં ઇશ્યૂ 0.50 ગણો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 6.97 ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 1.11 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 22 ઓક્ટોબરે લિસ્ટ થશે. આ IPO 15 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 17 ઓક્ટોબરે સેન્સેક્સ 494 પોઈન્ટ ઘટીને 81,006ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 221 પોઈન્ટ ઘટીને 24,749ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, BSE સ્મોલ કેપ 814 પોઈન્ટ ઘટીને 56,589ના સ્તરે બંધ રહ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઘટ્યા અને 9 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 41 ઘટ્યા અને 9 વધ્યા. એનએસઈના આઈટી સેક્ટર સિવાય તમામ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે. રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ 3.76 ટકાનો ઘટાડો નોંધાયો હતો.