મુંબઈ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ, સેન્સેક્સ 550 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 75,750ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટીને 22,910ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં તેજી અને 15માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 26માં તેજી અને 24માં ઘટાડો છે. NSE સેક્ટોરલ ઈન્ડેકસમાં, રિયલ્ટી ક્ષેત્રમાં સૌથી વધુ 1.14%નો ઘટાડો છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/12/sher-bazar_1739336838.jpg)
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર
- એશિયન બજારમાં, કોરિયાના કોસ્પીમાં 0.19%નો વધારો થયો છે. હોંગકોંગનો હેંગસેંગ 1.49% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.0068%નો ઘટાડો છે.
- 11 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 4,486.41 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 4,001.89 કરોડના શેર ખરીદ્યા.
- 11 ફેબ્રુઆરીના રોજ, અમેરિકાનો ડાઓ જોન્સ 0.28% ના વધારા સાથે 44,593 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 0.034% વધીને 6,068 પર બંધ થયો. નેસ્ડેક 0.36% ઘટ્યો.
હેક્સાવેરનો IPO આજે ખુલશે
હેક્સાવેર ટેક્નોલોજીસ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ પબ્લિક સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આ IPO 14 ફેબ્રુઆરીના રોજ બંધ થશે.
કંપની આ પબ્લિક ઇશ્યૂ દ્વારા 12.36 કરોડ શેર વેચીને 8,750 કરોડ એકત્ર કરવા માંગે છે. આ ભારતના IT સેવાઓ અને એન્ટરપ્રાઇઝ ટેક સેગમેન્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે.
અત્યાર સુધી, ભારતીય IT ક્ષેત્રનો સૌથી મોટો IPO વર્ષ 2002 માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નો હતો જેની કિંમત રૂ. 4,713 કરોડ હતી. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે.
ગઈકાલે બજાર ઘટાડા સાથે બંધ થયું
અગાઉ, ગઈકાલે એટલે કે 11 ફેબ્રુઆરીએ, સેન્સેક્સ 1018 પોઈન્ટ (1.31%)ના ઘટાડા સાથે 76,293 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 309 પોઈન્ટ (1.32%) ઘટીને 23,071 પર બંધ થયો. બજાર સતત પાંચમા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ થયું.
નિફ્ટી રિયલ્ટી સૌથી વધુ 3% ઘટ્યો. મીડિયા ઇન્ડેક્સ પણ 2.85% ઘટીને બંધ થયો. બીજી તરફ, ઓટો, એફએમસીજી, ફાર્મા અને જાહેર ક્ષેત્રની બેંકોના ઈન્ડેક્સમાં લગભગ 2%નો ઘટાડો થયો હતો. મેટલ અને આઇટી ઇન્ડેક્સ લગભગ 1.50% ઘટીને બંધ થયા હતા.