મુંબઈ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 12મી નવેમ્બરે સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 79,690ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ 60 પોઈન્ટ ઉછળીને 24,200ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં તેજી છે અને 8માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33માં તેજી છે અને 17માં ઘટાડો છે. NSE સેક્ટરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી સેક્ટર સૌથી વધુ તેજી છે.
એશિયન બજારો માટે મિશ્ર કારોબાર
- એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.54% તેજી છે. જ્યારે કોરિયાનો કોસ્પી 0.82%ના ઘટાડા સાથે અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.34%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
- 11 નવેમ્બરના રોજ, યુએસ ડાઓ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.69% વધીને 44,293 પર અને S&P 500 0.097% વધીને 6,001 પર બેધ થયો. નેસ્ડેક 0.062% વધીને 19,298 પર બંધ થયો.
- NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 11 નવેમ્બરે ₹2,306.88 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹2,026.63 કરોડના શેર ખરીદ્યા હતા.
જિન્કા લોજિસ્ટિક્સ સોલ્યુશનનો IPO આવતીકાલે ખુલશે
જિન્કા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ લિમિટેડની ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) આવતીકાલે એટલે કે 13મી નવેમ્બરે ખુલશે. રિટેલ રોકાણકારો આ ઈસ્યુમાં 18 નવેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 21 નવેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
ગઈકાલે બજારમાં ફ્લેટ ટ્રેડિંગ હતું
અગાઉ ગઈકાલે એટલે કે 12મી નવેમ્બરે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ થયું હતું. સેન્સેક્સ 9 પોઈન્ટના વધારા સાથે 79,496 પર બંધ રહ્યો હતો.
નિફ્ટીમાં 6 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 24,141ના સ્તરે બંધ થયો હતો. તેમજ, BSE સ્મોલ કેપ 627 પોઈન્ટ ઘટીને 54,286ના સ્તરે બંધ રહ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઘટાડો અને 12માં તેજી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 19માં તેજી હતી. જ્યારે, એક શેરમાં કોઈ ફેરફાર થયો નહોતો.