મુંબઈ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 28મી ઓક્ટોબરે ઉછાળો જોવા મળી રહ્યો છે. માર્કેટ ખૂલતા જ સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુના ઉછાળા પર હતો. તે જ સમયે, નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં વધારો અને 6માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બેન્કિંગ, આઈટી અને ઓટો શેર્સમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈના શેરમાં આજે લગભગ 3%નો વધારો થયો છે.
વારી એનર્જી 69% પ્રીમિયમ પર લિસ્ટ
- વારી એનર્જીના શેર NSE પર 66.3% વધીને Rs 2,500 પર અને BSE પર 69.7% વધીને Rs 2,550 પર લિસ્ટ થયા હતા. તેની ઈશ્યૂ કિંમત 1,503 રૂપિયા હતી.
- દીપક બિલ્ડર્સનો શેર NSE પર 1.48% ઘટીને Rs 200 પર અને BSE પર 2.22% ઘટીને Rs 198.5 પર લિસ્ટ થયો હતો. તેની ઈશ્યૂ કિંમત 203 રૂપિયા હતી.
રિલાયન્સના શેરધારકોને બોનસ શેર મળ્યા આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર એક્સ-ડિવિડન્ડનું ટ્રેડિંગ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને તેમના દરેક શેર માટે એક શેર બોનસ આપવાની જાહેરાત કરી હતી.
બોનસ પછી, આજે શેર રૂ. 1,330ના એડજસ્ટેડ ભાવે નજીવા વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે કંપનીના શેર રૂ. 2,656.30 પર બંધ થયા હતા. છેલ્લા એક મહિનામાં RILના શેરમાં 10%નો ઘટાડો થયો છે.
એશિયન માર્કેટમાં આજે તેજી
- એશિયાઈ બજારમાં જાપાનના નિક્કેઈમાં 1.45%ની તેજી છે. ત્યાં જ, કોરિયાના કોસ્પીમાં 0.85% અને ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં 0.16%ની તેજી જોવા મળી રહી છે.
- 25 ઓક્ટોબરના રોજ અમેરિકાના ડાઓ જોન્સ 0.61% ઘટીને 42,114 પર અને S&P 500 0.03% વધીને 5,808 પર બંધ થયો. નેસ્ડેક 0.56% વધીને 18,518 પર બંધ થયો.
- NSEના ડેટા પ્રમાણે, વિદેશી રોકાણકારો(FIIs) એ 25 ઓક્ટોબરે ₹3,036 કરોડના શેર વેચ્યા. આ દરમિયાન ઘરેલૂ રોકાણકારો (DIIs)એ ₹4,159 કરોડના શેર ખરીદ્યા