મુંબઈ37 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશમાં આવતીકાલે રજુ થનાર સામાન્ય બજેટ (બજેટ 2024) પહેલા જ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે અઠવાડિયાનો પ્રથમ દિવસ સેન્સેક્સ માર્કેટ ખુલતાની સાથે જ 500 પોઈન્ટ ગબડ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ પણ 100પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો છે. નોંધનીય છે કે આવતીકાલે 23 જુલાઈ 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે.
શેરબજારમાં આજે એટલે કે 22મી જુલાઈએ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 80,200ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. તે 24,445ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઘટાડો અને 7માં વધારો જોવા મળી રહ્યો છે. આજે બેન્કિંગ અને મેટલ શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ, શુક્રવારે એટલે કે 19 જુલાઈના રોજ, શેરબજારે સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું.
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો
- એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1.17% અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.71%નો ઘટાડો છે. હોંગકોંગનો હેંગસેંગ 0.80%ની તેજી છે.
- શુક્રવારે અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 377.49 (0.93%) પોઈન્ટ વધીને 40,287 પર બંધ થયો હતો. જ્યારે NASDAQ 5144.28 (0.81%) પોઈન્ટ ઘટીને 17,726 પર બંધ રહ્યો હતો.
- રિલાયન્સ, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક અને લાર્સન એન્ડ ટુબ્રો બજારમાં ઘટાડો કરી રહ્યા હતા. જ્યારે, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એનટીપીસી બજારમાં વધારો રાખ્યો હતો.
સનસ્ટાર IPOનો આજે બીજો દિવસ છે
સનસ્ટાર લિમિટેડની ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPOના સબ્સ્ક્રિપ્શનનો આજે બીજો દિવસ છે. આ ઈસ્યુ પહેલા દિવસે કુલ 4.23 વખત સબસ્ક્રાઈબ થયો હતો. રિટેલ કેટેગરીમાં IPO 4.19 ગણો, ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 0.05 ગણો અને નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 9.89 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.
કંપનીના શેર 26 જુલાઈના રોજ માર્કેટમાં લિસ્ટ થશે. આ ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ ₹90-₹95 છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 150 શેર માટે બિડ કરી શકે છે. જો તમે IPOની અપર પ્રાઇસ બેન્ડ પર ₹95 પર 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,250નું રોકાણ કરવું પડશે.
શુક્રવારે બજાર ઓલ ટાઈમ હાઈ પર હતું
અગાઉ, શુક્રવારે એટલે કે 19 જુલાઈના રોજ, શેરબજારે સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે ઓલ ટાઈમ હાઈ પર હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 81,587ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 24,853ના સ્તરને સ્પર્શ્યો. જોકે આ પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ 738 પોઈન્ટ ઘટીને 80,604ની સપાટીએ બંધ રહ્યો હતો. તેમજ, નિફ્ટી પણ 269 પોઈન્ટ ઘટીને 24,530 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો અને 4માં વધારો જોવા મળ્યો હતો.