મુંબઈ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે બુધવારે (31 જાન્યુઆરી) શેરબજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 71,400 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી પણ 50 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. તે 21,600ના સ્તરે ખુલ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં વધારો અને 7માં ઘટાડો જોવા મળી રહ્યો છે.
નોવા એગ્રીટેકની આજે શેરબજારમાં સારી શરૂઆત થઈ હતી. તેનો શેર 36.58%ના પ્રીમિયમ સાથે BSE પર રૂ. 56 પર લિસ્ટ થયો હતો. તે જ સમયે, તે NSE પર 34.15%ના પ્રીમિયમ સાથે રૂ. 55 પર લિસ્ટ થયું હતું. તેની ઈશ્યૂ કિંમત 41 રૂપિયા હતી.
BLS E-Services Limited ના IPO માં રોકાણ કરવાની તક
BLS E-Services Limitedનો IPO 30 જાન્યુઆરીથી ખુલ્યો છે. રિટેલ રોકાણકારો 1 ફેબ્રુઆરી સુધી આ માટે બિડ કરી શકશે. કંપની આ ઈસ્યુ દ્વારા ₹310.91 કરોડ એકત્ર કરવા માગે છે. કંપનીના શેર 6 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલા ગઈકાલે એટલે કે મંગળવારે (30 જાન્યુઆરી) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 801 પોઈન્ટ ઘટીને 71,139 પર બંધ થયો હતો. તે જ સમયે નિફ્ટી પણ 215 પોઈન્ટ તૂટ્યો હતો. 21,522ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં ઘટાડો અને 6માં વધારો જોવા મળ્યો હતો.