નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીએ શુક્રવારે પોતાનો નવો પરિપત્ર બહાર પાડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં તમામ રોકાણકારોને શોર્ટ સેલિંગની મંજૂરી આપવામાં આવશે, પરંતુ નેકેડ શોર્ટ સેલિંગ પર પહેલાની જેમ જ પ્રતિબંધ રહેશે. તમામ સ્ટોકમાં શોર્ટ સેલિંગ કરી શકાય છે.
સેબીના પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શોર્ટ સેલિંગ કરતા પહેલા સંસ્થાકીય રોકાણકારોએ માહિતી આપવી પડશે કે તેઓ શોર્ટ સેલ કરવા જઈ રહ્યા છે. આ રોકાણકારોને ઇન્ટ્રા-ડે પોઝિશનની સ્ક્વેર ઓફ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
શેર ખરીદ્યા પછી વેચવું અથવા શેર વેચ્યા પછી ખરીદવું. જ્યારે ખરીદ-વેચાણ અથવા વેચાણ-ખરીદી ચક્ર પૂર્ણ થાય છે, ત્યારે તેને પોઝિશન સ્ક્વેર ઑફ કહેવામાં આવે છે. જ્યારે આ પ્રક્રિયા તે જ દિવસે કરવામાં આવે છે, ત્યારે તેને ઇન્ટ્રાડે સ્ક્વેર ઑફ કહેવામાં આવે છે.
શોર્ટ સેલિંગ અને નેકેડ શોર્ટ સેલિંગ વચ્ચેનો તફાવત
શોર્ટ સેલિંગ એટલે એવા શેર વેચવા જે ટ્રેડિંગના સમયે ટ્રેડર પાસે ન હોય. બાદમાં આ શેરો ખરીદીને પોઝિશનને સ્ક્વેર કરવામાં આવે છે. શોર્ટ સેલિંગ પહેલાં, શેર ઉધાર લેવાની વ્યવસ્થા કરવી જરૂરી છે.
સરળ ભાષામાં, જેમ તમે પહેલા શેર ખરીદો છો અને પછી તેને વેચો છો, તેવી જ રીતે શોર્ટ સેલિંગમાં, શેર પહેલા વેચવામાં આવે છે અને પછી ખરીદવામાં આવે છે. આ રીતે, વચ્ચે જે પણ તફાવત આવે છે તે તમારો નફો કે નુકસાન છે.
નેકેડ શોર્ટ સેલિંગ એ છે જ્યારે કોઈ ટ્રેડર પોતાની માલિકીના ન હોય તેવા શેર વેચે છે. નેકેડ શોર્ટિંગમાં, ટ્રેડર શોર્ટ સેલિંગ માટે ન તો ઉધાર લે છે કે ન તો શેર ઉધાર લેવાની વ્યવસ્થા કરે છે. અમેરિકા જેવા દેશોમાં પણ નેકેડ શોર્ટ્સ પર પ્રતિબંધ છે.
સેબીના પરિપત્ર સાથે સંબંધિત અન્ય મોટી બાબતો…
- શોર્ટ સેલિંગમાં મદદ કરવા માટે સિક્યોરિટી લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) સ્કીમ છે.
- તમે F&O સેગમેન્ટમાં ટ્રેડેડ સિક્યોરિટીઝમાં શોર્ટ સેલિંગ પણ કરી શકો છો.
- બ્રોકરે શોર્ટ પોઝિશનને લગતો ડેટા દરરોજ સ્ટોક એક્સચેન્જને આપવાનો રહેશે.
- સેટલમેન્ટ સમયે સિક્ટોરિટી ડિલિવરીમાં નિષ્ફળ રહેતા દલાલો સામે કાર્યવાહી.
હાલના ટ્રેડર્સ પર પરિપત્રની કોઈ અસર થશે નહીં
સીએનબીસી આવાઝ સાથે વાત કરતા, સેબીના ભૂતપૂર્વ ઇડી જેએન ગુપ્તાએ કહ્યું કે સેબીના આ પરિપત્રની હાલના ટ્રેડર્સ પર કોઈ અસર થશે નહીં. સ્ટોક એક્સચેન્જની મિકેનિઝમ હેઠળ, દરેક વ્યક્તિ જે સેટલમેન્ટ પર શોર્ટ કરે છે તેણે તેની ડિલિવરી લેવાની હોય છે.