નવી દિલ્હી32 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 6 જૂને સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 871 રૂપિયા મોંઘુ થઈને 72,857 રૂપિયા પર પહોંચી ગયું છે.
ચાંદીની વાત કરીએ તો આજે એક કિલો ચાંદી 90,643 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે, જેમાં 2,113 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 5 જૂને ચાંદીનો ભાવ 88,530 રૂપિયા પ્રતિ કિલો હતો.
6 જૂને સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે.
4 મેટ્રો અને ભોપાલમાં સોનાનો ભાવ
- દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67,450 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,570 રૂપિયા છે.
- મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67,300 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,420 રૂપિયા છે.
- કોલકાતા: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67,300 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 73,420 રૂપિયા છે.
- ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 68,000 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 74,180 રૂપિયા છે.
- ભોપાલ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67,350 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,470 રૂપિયા છે.
આ વર્ષે સોનામાં અત્યાર સુધીમાં 8 હજાર રૂપિયાથી વધુની તેજી
IBJA અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 8,545 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું 63,352 રૂપિયા હતું, જે હવે 72,857 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તેમજ એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 90,643 રૂપિયા પહોંચી ગઈ છે.
આગામી એક વર્ષમાં સોનું 85 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે
એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ સોના અને ચાંદીમાં વધારો જોવા મળી શકે છે. આગામી એક વર્ષમાં સોનાની કિંમત 80 હજારથી 85 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી પણ 1 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.