મુંબઈ43 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 3જી મેના રોજ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે 75,060 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
તે જ સમયે, નિફ્ટી પણ 130 અંક વધીને 22,770 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં વધારો અને 5માં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બજાજ ફાઇનાન્સનો શેર 5%થી વધુ વધ્યો
બજાજ ફાઇનાન્સના શેરમાં આજે 5%થી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. સવારે 9:30 વાગ્યે શેર 410 પોઈન્ટના ઉછાળા સાથે 7,293 પર ટ્રેડ કરી રહ્યો હતો. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બજાજ ફાઇનાન્સની બે પ્રોડક્ટ્સ ‘eCOM’ અને ઓનલાઈન ડિજિટલ ‘Insta EMI કાર્ડ’ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.
કંપનીએ ગઈ કાલે તેમની એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે તે હવે EMI કાર્ડ ઇશ્યુ સહિત આ બે બિઝનેસ સેગમેન્ટમાં લોનની મંજૂરી અને વિતરણ ફરી શરૂ કરી શકશે. આ કારણોસર આજે કંપનીના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ ગઈકાલે એટલે કે 2જી મેના રોજ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 128 પોઈન્ટના ઉછાળા સાથે 74,611ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 43 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 22,648ના સ્તરે બંધ રહ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં વધારો અને 12માં ઘટાડો જોવા મળ્યો હતો. પાવર, મેટલ અને ઓટો શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 7.14%નો ઘટાડો નોંધાયો હતો.