મુંબઈ46 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 11મી સપ્ટેમ્બરે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 150થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 82,080ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ વધીને 25,079 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 23 વધી રહ્યા છે અને 7 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 35 વધી રહ્યા છે અને 15 ઘટી રહ્યા છે. એફએમસીજી અને ફાર્મામાં ખરીદી જોવા મળી રહી છે.
એશિયન બજારો આજે ઘટ્યા હતા
- આજે 3 કંપનીઓનાં IPO માટે બિડ કરવાનો છેલ્લો દિવસ છે. જેમાં બજાજ હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ, ક્રોસ લિમિટેડ અને ટોલિન્સ ટાયર્સ લિમિટેડ સામેલ છે. 16 સપ્ટેમ્બરના રોજ આ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.
- એશિયાઈ બજારમાં જાપાનના નિક્કેઈમાં 0.81% અને કોરિયાના કોસ્પીમાં 0.22% નો ઘટાડો છે. ત્યાં જ હોંગકોંગનો હેંગસેંગ 1.45% અને ચીનનો શંઘાઇ કમ્પોઝિટ 0.92% ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
- 10 સપ્ટેમ્બરે અમેરિકી બજારના ડાઓ જોન્સ 0.23% ઘટીને 40,736ના સ્તર પર બંધ થયો. ત્યાં જ, નેસ્ડેક 0.84% ચઢ્યો, તે 17,025ના સ્તર પર બંધ થયો. S&P500 0.45% ની તેજી સાથે 5,495 પર બંધ થયો.
- NSEના ડેટા પ્રમાણે વિદેશી રોકાણકારો (FIIs)એ 11 સપ્ટેમ્બરના રોજ ₹2,208.23 કરોડના શેર વેચ્યા. આ દરમિયાન ઘરેલૂ રોકાણકારો (DIIs) એ ₹275.37 કરોડના શેર વેચ્યા.
વેસ્ટર્ન કેરિયર્સનો IPO 13 સપ્ટેમ્બરે ખુલશે લાઇટ લોજિસ્ટિક્સ કંપની વેસ્ટર્ન કેરિયર્સ (ઇન્ડિયા) લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 13 સપ્ટેમ્બરના રોજ ખુલશે. રોકાણકારો 18 સપ્ટેમ્બર સુધી શેર માટે બિડ કરી શકશે. કંપની આ ઈસ્યુ દ્વારા 492.88 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. આ માટે કંપની કુલ 28,655,813 શેર વેચશે.
આમાં, રૂ. 400 કરોડના 23,255,813 નવા શેર અને કંપનીના હાલના રોકાણકારો ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા રૂ. 92.88 કરોડના મૂલ્યના 5,400,000 શેર વેચી રહ્યા છે. 23 સપ્ટેમ્બરે કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી અગાઉ ગઈકાલે એટલે કે 10મી સપ્ટેમ્બરે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 361 પોઈન્ટના વધારા સાથે 81,921 પર બંધ રહ્યો હતો. તેના 30 શેરમાંથી 24 ઉપર અને 6 ડાઉન હતા. તે જ સમયે નિફ્ટીમાં પણ 104 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 25,041ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી 50ના 34 શેરમાં વધારો અને 16માં ઘટાડો જોવા મળ્યો હતો.