મુંબઈ57 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 14મી ઓક્ટોબરે ઊછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 250થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 81,700ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે, તે 25,000ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.
આજે મેટલ, આઈટી અને બેન્કિંગ શેર્સમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. જ્યારે એફએમસીજી અને ઓટો શેર દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યા છે.
એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર
- એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ 0.66% નીચે છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 1.01%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
- 10 ઓક્ટોબરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.97% વધીને 42,863 પર અને Nasdaq 0.33% વધીને 18,342 પર બંધ થયો હતો. S&P 500 પણ 0.61% વધીને 5,815 પર છે.
- NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 11 ઓક્ટોબરે ₹4,162.66 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DIIs) એ ₹3,730.87 કરોડના શેર ખરીદ્યા હતા.
આવતીકાલથી Hyundai Indiaના IPOમાં રોકાણ કરવાની તક
Hyundai Indiaની પ્રારંભિક જાહેર ઓફર એટલે કે IPO 15 ઓક્ટોબરે ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 17 ઓક્ટોબર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 22 ઓક્ટોબરે માર્કેટમાં લિસ્ટ થશે. કંપનીએ તેની પ્રાઇસ બેન્ડ 1,865-1,960 રૂપિયા નક્કી કરી છે. આ માટે ઓછામાં ઓછી 13,720 રૂપિયાની બોલી લગાવવી પડશે.
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ 11 ઓક્ટોબરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 230 પોઈન્ટ ઘટીને 81,381ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 34 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 24,964ના સ્તરે બંધ થયો હતો.