મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 15મી ઓક્ટોબરે શેરબજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 82,200ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટથી વધુ વધીને 25,200 પર ટ્રેડ કરી રહ્યો છે.
આજે આઇટી, ઓટો અને બેન્કિંગ શેર્સમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. મેટલ અને એફએમસીજી શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં વધારો અને 8માં ઘટાડો જોવા મળી રહ્યો છે.
એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર
- એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ 1.27% ઉપર છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.52% ડાઉન છે.
- 14 ઓક્ટોબરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.47% વધીને 43,065 પર અને Nasdaq 0.87% વધીને 18,502 પર બંધ થયો હતો. S&P 500 પણ 0.77% વધીને 5,859 પર છે.
- NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 14 ઓક્ટોબરે ₹3,731 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹2,278 કરોડના શેર ખરીદ્યા હતા.
આજથી Hyundai India ના IPO માં રોકાણ કરવાની તક
Hyundai Indiaનો IPO આજે એટલે કે 15મી ઓક્ટોબરે ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 17 ઓક્ટોબર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 22 ઓક્ટોબરે માર્કેટમાં લિસ્ટ થશે. કંપનીએ તેની પ્રાઇસ બેન્ડ 1,865-1,960 રૂપિયા નક્કી કરી છે. આ માટે ઓછામાં ઓછી 13,720 રૂપિયાની બોલી લગાવવી પડશે.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 15મી ઓક્ટોબરે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 591 પોઈન્ટના વધારા સાથે 81,973 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 163 પોઈન્ટ વધીને 25,127 પર બંધ રહ્યો હતો.