મુંબઈ40 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 19 જૂને શેરબજારે સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ બનાવી છે. સેન્સેક્સ 280 પોઈન્ટના વધારા સાથે 77,581ની સપાટીએ પહોંચ્યો હતો. હાલમાં તે 100થી વધુ પોઈન્ટના વધારા સાથે 77,400 પર છે.
નિફ્ટી પણ 73 પોઈન્ટના ઉછાળા સાથે 23,630ની સપાટીએ પહોંચી ગયો હતો. હાલમાં તે 20થી વધુ પોઈન્ટના વધારા સાથે 23,600ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આ પહેલાં ગઈકાલે એટલે કે 18 જૂને પણ બજારે ઓલ ટાઈમ હાઈ બનાવી હતી.
બજારમાં તેજીનાં કારણો
- અમેરિકન બજાર ગઈકાલે એટલે મંગળવારે ઓલ ટાઇમ હાઈ પહોંચી ગયું હતું. ડાઓ જોન્સ 0.15%ની તેજી સાથે 38,834 પર બંધ થયો. ત્યાં જ S&P પણ 0.25% વધીને 5,487 પર બંધ થયો
- ફિચ રેટિંગ્સે FY25 માટે ભારતનું GDP અનુમાન 7% થી વધારીને 7.2% કર્યું છે. કન્ઝ્યુમર સ્પેંડિંગમાં રિકવરી અને રોકાણમાં વધારાને કારણે અંદાજમાં વધારો થયો છે.
- મોટાભાગનાં ક્ષેત્રો મજબૂત પ્રદર્શન કરી રહ્યાં છે. નિફ્ટી બેંકમાં 0.76%નો વધારો છે. ફાઇનાન્સિયલ સર્વિસીસ 0.55% અને પ્રાઈવેટ બેંક 0.82% વધીને ટ્રેડ થઈ રહી છે.
DEE ડેવલપમેન્ટ અને Acme Fintrade IPOમાં રોકાણ કરવાની તક
આજે એટલે કે 19 જૂને બે IPO શેર માર્કેટમાં લિસ્ટિંગ માટે ખૂલશે. તેમાં DEE ડેવલપમેન્ટ એન્જિનિયર્સ લિમિટેડ અને Acme Fintrade India Limitedનો સમાવેશ થાય છે. રિટેલ રોકાણકારો આ IPO માટે 19 જૂનથી 21 જૂન સુધી બીડ કરી શકશે.
ગઈ કાલે બજારે ઓલ ટાઈમ હાઈ બનાવી હતી
આ પહેલાં ગઈકાલે એટલે કે 18મી જૂને શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 374 પોઈન્ટ વધીને 77,366ની સપાટીએ પહોંચ્યો હતો. આ પછી તેમાં થોડો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 308 પોઈન્ટના ઉછાળા સાથે 77,301 પર બંધ રહ્યો હતો.
તે જ સમયે, નિફ્ટીમાં ગઈકાલે 23,579ની ઓલ ટાઈમ હાઈ હતી. જોકે, બાદમાં તે પણ થોડો નીચે આવ્યો હતો અને 92 પોઇન્ટના વધારા સાથે 23,557ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઉછાળો અને 8માં ઘટાડો જોવા મળ્યો હતો.