મુંબઈ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે 25 ઓક્ટોબરે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 450 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 79,620ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,250ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધી રહ્યા છે અને 9 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 30 વધી રહ્યા છે અને 20 ઘટી રહ્યા છે. NSEના ઓટો, મેટલ અને બેન્કિંગ સેક્ટરમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.
એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર
- એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.97% ડાઉન છે. જ્યારે કોરિયાનો કોસ્પી અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.42%ના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.
- 24 ઓક્ટોબરના રોજ યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.33% ઘટીને 42,374 પર અને S&P 500 0.21% વધીને 5,809 પર આવી. Nasdaq 0.76% વધીને 18,415 પર છે.
- NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 24 ઓક્ટોબરે ₹5,062.45 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹3,620.47 કરોડના શેર ખરીદ્યા હતા.
Afcons Infrastructure IPO ખુલ્યો
પરિવહન, બાંધકામ, તેલ અને ગેસ ક્ષેત્રે કામ કરતી કંપની Afcons Infrastructure Limitedની પ્રારંભિક જાહેર ઓફર (IPO) આજે ખુલ્યો છે. રોકાણકારો આ ઈસ્યુ માટે 29 ઓક્ટોબર સુધી બિડ કરી શકે છે. કંપનીના શેર 4 ઓક્ટોબરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
શેરબજાર ગઈ કાલે ઘટાડા સાથે બંધ થયું હતું
આ પહેલા ગઈકાલે એટલે કે 24 ઓક્ટોબરે શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 16 પોઈન્ટના ઘટાડા સાથે 80,065 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ લગભગ 36 પોઈન્ટ ઘટીને 24,399 ના સ્તર પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 19માં ઉછાળો અને 11માં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ઓટો શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. એફએમસીજી અને આઈટી શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.