નવી દિલ્હી16 મિનિટ પેહલા
- કૉપી લિંક
2025ના પ્રથમ છ મહિના દરમિયાન ઉચ્ચ આર્થિક વૃદ્ધિદરના પરિણામ સ્વરૂપે ભારતીય કંપનીઓની ક્રેડિટ પ્રોફાઇલને વેગ મળ્યો છે અને આગામી સમયમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલ રેટિંગ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. એજન્સી નુસાર એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન તેના પોર્ટફોલિયોમાં ક્રેડિટ રેશિયો 2.75 ગણો સુધર્યો હતો, જે અગાઉના છ મહિના દરમિયાન 1.79 ગણો રહ્યો હતો.
છેલ્લા છ મહિના દરમિયાન 506 કંપનીઓનું રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું હતું, જ્યારે 184 કંપનીઓનું રેટિંગ ડાઉનગ્રેડ રહ્યું હતું. એજન્સીના સીનિયર ડિરેક્ટર સોમશેખર વેમુરીએ જણાવ્યું હતું કે એજન્સી ભારતીય કંપનીઓ માટે પોઝિટિવ ક્રેડિટ આઉટલુક ધરાવે છે. જેનું કારણ સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને ખાનગી વપરાશ છે, આર્થિક વૃદ્ધિદરને વેગ મળશે. 6.8%ના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
પ્રથમ છ મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બરમાં મજબૂત સ્પોન્સર્સ તેમજ અંદાજ કરતાં ઓછા દેવાને કારણે 38% ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેને સંબંધિત સેક્ટર્સના રેટિંગને અપગ્રેડ કરવામાં આવ્યું હતું. મજબૂત બેલેન્સ શીટ્સ. વ્યાજમાં ઘટાડાની સંભાવના તેમજ ક્ષણતામાં વિસ્તરણ જેવા પરિબળોને કારણે પ્રાઇવેટ સેક્ટરના મૂડીખર્ચમાં 10-12% સુધીનો વધારો થઇ શકે છે.
એફએમસીજી સેક્ટરમાં પણ પોઝિવિટ મોમેન્ટમ ક્રેડિટ ક્વોલિટી આઉટલુકની દૃષ્ટિએ ગ્રામીણ માંગમાં અંદાજિત વૃદ્ધિથી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાં પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, જ્યારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી, સીમેન્ટ અને ફર્ટિલાઇઝર સેક્ટરમાં મોમેન્ટમ ઘટાડા તરફી રહ્યું છે. ઇકરા રેટિંગ્સ અનુસાર ક્રેડિટ રેશિયો પણ નાણાવર્ષ 2025ના પહેલા છ મહિનામાં વધીને 2.2% નોંધાયો છે.