તમિલનાડુ32 મિનિટ પેહલા
- કૉપી લિંક
તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) પાસેથી સ્માર્ટ મીટર ખરીદવા માટે જાહેર કરાયેલ ટેન્ડરને કેન્સલ કરી દીધું છે. તમિલનાડુ સરકારે અદાણીની કંપની પર મોંઘા ચાર્જ વસૂલવાનો આરોપ લગાવ્યા છે.
આ ટેન્ડર 27 ડિસેમ્બરે રદ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ, સ્માર્ટ મીટર લગાવવા માટે ઓગસ્ટ 2023માં ચાર પેકેજમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે ચારેય ટેન્ડર રદ કર્યા છે.
ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે BSE-લિસ્ટેડ એક ફર્મે ચેન્નાઈ સહિત આઠ જિલ્લાઓને આવરી લેતા ટેન્ડરના પેકેજ-1 માટે સૌથી ઓછી બોલી લગાવી હતી અને જેમાં 82 લાખ થીવધુ મીટર લગાવવાની વાત હતી.
કંપની પર અમેરિકામાં છેતરપિંડીનો આરોપ છે
અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે ભારતમાં સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલર (લગભગ રૂ. 2200 કરોડ)ની લાંચ ચૂકવી અથવા આપવાની યોજના બનાવી હતી.
આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક ફર્મ સાથે જોડાયેલો છે. આ કેસ 24 ઓક્ટોબર 2024ના રોજ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં નોંધવામાં આવ્યો હતો. તેની સુનાવણીમાં ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી, વિનીત એસ જૈન, રણજીત ગુપ્તા, સાઈરિલ કેબેનિસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને આરોપી બનાવવામાં આવ્યા હતા.