નવી દિલ્હી3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટાટા મોટર્સે આજે એટલે કે 19 જૂને તેના તમામ કોમર્શિયલ વાહનોની કિંમતમાં 2% વધારો કરવાની જાહેરાત કરી છે. વધેલી કિંમતો 1 જુલાઈ, 2024થી લાગુ થશે. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી છે.
ટાટા મોટર્સે કહ્યું કે કોમોડિટીના ભાવમાં વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે કિંમતમાં વધારો તમામ કોમર્શિયલ વાહનોની શ્રેણીમાં લાગુ થશે અને આ વધારો વિવિધ મોડલ અને વેરિઅન્ટ અનુસાર બદલાશે.
ટાટા મોટર્સના શેરે એક વર્ષમાં 73.77% વળતર આપ્યું
આજે ટાટા મોટર્સનો શેર 0.29%ના ઘટાડા સાથે રૂ. 983 પર ટ્રેડ કરી 977.50 બંધ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ટાટા મોટર્સના શેરમાં 3.40%નો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, આ શેરે છેલ્લા 6 મહિનામાં 34.93% અને એક વર્ષમાં 73.77% વળતર આપ્યું છે.
ટાટા મોટર્સનો વાર્ષિક નફો 1000% વધ્યો
નાણાકીય વર્ષ 2024માં ટાટા મોટર્સનો નફો 1000% થી વધુ વધીને રૂ. 31,807 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2023માં નફો રૂ. 2,689 કરોડ હતો. 10 મેના રોજ, ટાટા મોટર્સે તેના ચોથા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો જાહેર કર્યા.
તે જ સમયે, ચોથા ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરી-માર્ચના ત્રણ મહિનામાં, ટાટા મોટર્સનો વાર્ષિક ધોરણે નફો 218.93% વધીને રૂ. 17,528.59 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 5,496.04 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
વાર્ષિક રેવન્યુ રેકોર્ડ રૂ. 4.37 લાખ કરોડે પહોંચ્યો
ટાટા મોટર્સની સંપૂર્ણ વર્ષ (2023-2024) આવક વધીને રૂ. 4.37 લાખ કરોડ થઈ છે, જે કોઈપણ વર્ષમાં સૌથી વધુ આવકનો કંપનીનો રેકોર્ડ છે. નાણાકીય વર્ષ 2022-2023માં આવક 3.45 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે આવકમાં 26.58%નો વધારો થયો છે.
ટાટા મોટર્સનો ઈન્ડિયા બિઝનેસ હવે દેવું મુક્ત
ટાટા મોટર્સ ગ્રુપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર પી.બી. બાલાજીએ કહ્યું હતું કે, ‘નાણાકીય વર્ષ 2024ના પરિણામોની જાણ કરતાં આનંદ થાય છે. ટાટા મોટર્સ ગ્રુપે તેની અત્યાર સુધીની સૌથી વધુ આવક અને નફો નોંધાવ્યો છે. અમારો ભારતનો વ્યવસાય હવે દેવું મુક્ત છે અને અમે નાણાકીય વર્ષ 25 સુધીમાં એકીકૃત ધોરણે દેવા મુક્ત થવાના માર્ગ પર છીએ.