- Gujarati News
- Business
- The 10 year Real Return In Gold Is Only 3.4% But The 44 year Average Return Is Over 9.8%.
મુંબઇ4 કલાક પેહલા
- કૉપી લિંક
- 2001-11ની વચ્ચે સોનામાં વાસ્તવિક કમાણી 21% થઇ હતી, હજુ મોટો ઉછાળો બાકી
સોનામાં રોકાણ મોંઘવારી સામે બચવાની સૌથી અસરકારક રીત માનવામાં આવે છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં સોનાની કિંમત જેટલી વધી છે, તેમાંથી મોંઘવારી ઘટાડીને હિસાબ કરીએ તો સોનામાં રોકાણથી વાર્ષિક સરેરાશ કમાણી (રિયલ રિટર્ન) 3.5%થી પણ ઓછી રહી છે. ઐતિહાસિક આંકડો દર્શાવે છે કે સોનાના વાસ્તવિક રિટર્નનો આ સામાન્ય ટ્રેન્ડ નથી. આ દૃષ્ટિએ સોનામાં એક મોટો ઉછાળો બાકી છે.
વર્ષ 2012-13થી અત્યાર સુધી રૂપિયામાં સોનાની વાર્ષિક સરેરાશ રિયલ રિટર્ન (વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાઇઝ ડેટાના હિસાબથી) માત્ર 3.4% રહ્યું છે. વર્ષ 1979-89થી અત્યાર સુધીના રેકોર્ડ અનુસાર, માત્ર 3% એવો સમય આવ્યો છે, જ્યારે સોનાનું વાસ્તવિક રિટર્ન ખૂબ ઓછુ રહ્યું છે. સોનાએ દર 10 વર્ષમાં સરેરાશ 9.8%નું વાસ્તવિક રિટર્ન આપ્યું છે. તેનાથી પહેલા 1980-1990ની વચ્ચે સોનાનું વાર્ષિક સરેરાશ રિયલ રિટર્ન સૌથી ઓછું 0.6% રહ્યું હતું. સોનાનું 10 વર્ષનું સૌથી શાનદાર વાર્ષિક સરેરાશ વાસ્તવિક રિટર્ન (21.3%) નવેમ્બર 2001 થી નવેમ્બર 2011ની વચ્ચે રહ્યું હતું.
છેલ્લા 20 વર્ષ દરમિયાન સોનાએ સતત પોઝિટિવ પરફોર્મન્સ દર્શાવ્યું છે. વર્ષ 2011 દરમિયાન સોનાએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા રોકાણકારોને સર્વાધિક 30.7% રિટર્ન આપ્યું હતું. અન્ય વર્ષો જ્યાં સોનાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું તેમાં વર્ષ 2010 (24.8%), વર્ષ 2020 (28%) અને વર્ષ 2019માં 21.3% રિટર્ન આપ્યું હતું.
વર્ષ 2001-11 દરમિયાન આ કારણથી સોનામાં રેકોર્ડ રિટર્ન
- 2001 2001 – ડૉટ કૉમ ક્રેશના અંતિમ તબક્કાનું વર્ષ હતું. તે ગોલ્ડ સહિત મહત્તમ એસેટ ક્લાસમાં તેજીનો શરૂઆતનો પોઇન્ટ સાબિત થયો છે.
- 2008 સુધી સોનાની કિંમતોમાં સતત તેજી આવી હતી, જ્યારે અમેરિકામાં સબ પ્રાઇમ સંકટ શરૂ થયું હતું. ત્યારબાદ પણ કેટલાક વર્ષ દરમિયાન ગ્રોથ જોવા મળ્યો હતો.
- 2011માં અમેરિકા અને યુરોપમાં મોટા પાયે કરન્સી છાપવાથી મોંઘવારી તેજીથી વધી હતી, જેને કારણે સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો હતો.
આગામી વર્ષમાં સ્થિરતા તૂટશે, ઉછાળાની શક્યતા
કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ કહ્યું કે “મોંઘવારીની અસરની સાથે તાજેતરના વર્ષોમાં સોના પર રિટર્ન ખૂબ જ ઓછુ રહ્યું છે. સોનાથી જેટલા રિટર્નની આશા રખાય છે, અમારું માનવું છે કે આગામી વર્ષોમાં સોનામાં જોરદાર તેજી જોવા મળી શકે છે.
રિસ્કથી બચવાની જરૂરિયાતથી સોનાને સપોર્ટ મળશે
પ્લાન અહેડ વેલ્થ એડવાઇઝર્સના સીઇઓ વિશાલ ધવને કહ્યું હતું કે તાજેતરના વર્ષોમાં સ્થિતિ ઝડપી ગતિએ બદલાઇ છે. યુદ્ધ અને ઇક્વિટીમાં ઑવર વેલ્યૂએશન સોનાના પક્ષમાં જશે. યુદ્ધથી અનિશ્ચિતતા વધે છે અને શેર મોંઘા થતા ઘટાડાનો ખતરો વધે છે.