મુંબઈ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગયા સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8ની માર્કેટ કેપિટલમાં રૂ. 1.10 લાખ કરોડ (રૂ. 1,10,106.83 કરોડ)નો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સૌથી વધુ નફામાં રહી. ગયા અઠવાડિયે, BSEના 30 શેરવાળા સેન્સેક્સ 716.16 પોઈન્ટ્સ અથવા 0.97% ઉપર હતા.
ગયા સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી), આઈટીસી, હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ (એચયુએલ), એસબીઆઈ, ભારતી એરટેલ, એચડીએફસી બેંકના માર્કેટ કેપમાં વધારો થયો છે. જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ઈન્ફોસિસના માર્કેટ કેપમાં સામૂહિક રીતે રૂ. 38,477.49 કરોડનો ઘટાડો થયો છે.
ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ પર
સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ પર રહી. તે પછી TCS બીજા સ્થાને અને HDFC બેન્ક ત્રીજા સ્થાને હતી. ટોચની 10 કંપનીઓની આ યાદીમાં ICICI બેન્ક, ઇન્ફોસિસ, SBI, LIC, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર અને ITCનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રિલાયન્સના માર્કેટ કેપમાં ₹43,976 કરોડનો વધારો થયો
છેલ્લા સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 43,976.96 કરોડ વધીને રૂ. 20,20,470.88 કરોડ થયું હતું. ICICI બેન્કનું માર્કેટ કેપ રૂ. 27,012.47 કરોડ વધીને રૂ. 7,44,808.72 કરોડ, LICનું માર્કેટકેપ રૂ. 17,235.62 કરોડ વધીને રૂ. 6,74,655.88 કરોડ અને ITCનું માર્કેટકેપ રૂ. 8,548.19 કરોડ વધીને રૂ. 6,373.19 કરોડ થયું છે.
હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનું માર્કેટ કેપ રૂ. 4,534.71 કરોડ વધીને રૂ. 5,62,574.38 કરોડ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)નું માર્કેટકેપ રૂ. 4,149.94 કરોડ વધીને રૂ. 6,77,735.03 કરોડ, ભારતી એરટેલનું માર્કેટકેપ રૂ. 3,8575 કરોડ વધીને રૂ. રૂ. 6,34,196.63 કરોડ અને HDFC બેન્કનું રૂ. 3,855.71 કરોડ વધીને રૂ. 6,34,196.63 કરોડ થયું હતું.
TCS માર્કેટ કેપમાં ₹27,949 કરોડનો ઘટાડો થયો
જ્યારે TCSનું માર્કેટ કેપ રૂ. 27,949.73 કરોડ ઘટીને રૂ. 14,66,030.97 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. 10,527.76 કરોડ ઘટીને રૂ. 6,96,045.32 કરોડ થયું હતું.
શુક્રવારે બજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો
ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે (23 ફેબ્રુઆરી) શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ નિફ્ટીએ 22,297ની ઓલટાઇમ હાઇ બનાવી હતી. અગાઉ 21 ફેબ્રુઆરીના રોજ નિફ્ટીએ 22,249ની ઓલટાઇમ હાઇ બનાવી હતી.
દિવસભરના ટ્રેડિંગ બાદ નિફ્ટી 4 પોઈન્ટના ઘટાડા સાથે 22,212 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, સેન્સેક્સ પણ 15 પોઇન્ટ ઘટીને 73,142ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરમાંથી 17માં ઘટાડો અને 13માં વધારો જોવા મળ્યો હતો.