નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
- શેરની કિંમત દોઢ માસમાં રૂ.53થી 255 સુધી ઉછળી, માર્કેટકેપ ઘટી 5000 કરોડ અંદર પહોંચી
- જુલાઈથી સપ્ટેમ્બર 2024 દરમિયાન LSILના શેરની કિંમતમાં 1089%નો વૃદ્ધિ થઇ હતી
ઇક્વિટી માર્કેટમાં સમયાંતરે સટ્ટાકીય પ્રવૃત્તિઓ સામે આવે છે આ વખતે સેબીએ એક વિચિત્ર કેસમાં પગલાં લીધાં છે જ્યાં $1માં ખરીદેલા શેરની માર્કેટકેપ રૂ.2752 કરોડ સુધી પહોંચી છે અને ઉપરમાં ₹22700 કરોડ થઈ હતી જ્યારે અત્યારે તેની વેલ્યુ ઘટી ફરી 5000 કરોડ થઇ ચૂકી છે. આ કેસ 1993માં સ્થાપિત LS ઈન્ડસ્ટ્રીઝ સાથે સંબંધિત છે જેણે FY25 ના બે ક્વાર્ટરમાં ઝીરો આવક નોંધાવી હતી. જુલાઈ 2024 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે LSILના શેરની કિંમતમાં 1089%નો વધારો થયો હતો, જે બાદમાં નવેમ્બર 2024માં 84.15% ઘટી ગયો હતો.
ત્યારબાદ, ડિસેમ્બર 2024માં કિંમતમાં ફરી 223%નો વધારો થયો. 12 ઓગસ્ટના શેરની કિંમત રૂ. 53થી વધી 26 સપ્ટેમ્બર-24ના રૂ.255ની ટોચે પહોંચી હતી જે ફરી 19 નવે.ના ઘટી 44 થયા બાદ અત્યારે 64 છે અને ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશની કંપની એલએસ ઇન્ડસ્ટ્રીઝ તેના પ્રમોટર અને અન્ય ચાર સંસ્થાઓ પર સેબી દ્વારા ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતે દુબઈના રોકાણકાર જહાંગીર પાનીક્કવેટીલ પેરમ્બરમ્બાથુ (JPP)નું નામ સામે આવ્યું છે. તેણે LS ઈન્ડસ્ટ્રીઝના શેર વેચીને 1.14 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. સેબીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જેપીપીએ કંપનીના 10.28 કરોડ શેર માત્ર એક ડોલરમાં ખરીદ્યા હતા. કંપનીની આવક નજીવી હોવા છતાં તેના બાકીના શેરનું મૂલ્ય 10 ફેબ્રુઆરી 2025 સુધીમાં રૂ.698 કરોડ સુધી પહોંચી ગયું હતું. શેરના ભાવમાં આવેલા જોરદાર ઉછાળાને કારણે આવું બન્યું હતું હતું.
કંપનીમાં JPPના રોકાણનું મૂલ્ય હવે તેની ટોચે $328.6 મિલિયન સુધી પહોંચી ગયું છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના નિયમોનું ઉલ્લંઘન થવાની સંભાવના છે. સેબીએ જણાવ્યું હતું કે જેપીપીએ કંપનીમાં તેના હોલ્ડિંગનો એક નાનો હિસ્સો વેચ્યો હતો જ્યારે બજાર તેની ટોચ પર હતું. તેમ છતાં, તેણે જંગી નફો કર્યો અને તેનો મોટો હિસ્સો દુબઈમાં ટ્રાન્સફર કર્યો.
સેબીએ તપાસ્યુ કે કંપનીની નબળી નાણાકીય કામગીરી છતાં એલએસ ઇન્ડસ્ટ્રીઝ અને તેના સહયોગીઓએ શેરના ભાવમાં છેડછાડ કરી હતી. સેબીને તપાસમાં શું મળ્યું | તપાસમાં કંપનીના શેરના સટ્ટાકિય પ્રવૃતિના સંકેતો બહાર આવ્યા હતા. સેબી હવે PFUTP અને LODR નિયમોના ઉલ્લંઘનની સંપૂર્ણ તપાસ કરી રહી છે. જૂન 2024માં એલએસ ઈન્ડસ્ટ્રીઝના જાહેર શેરધારકોની સંખ્યા 3892 હતી, જે ડિસેમ્બર 2024 સુધીમાં વધીને 6106 થઈ ગઈ. સેબીએ કહ્યું કે રોકાણકારોની સુરક્ષા જાળવવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
LS ઇન્ડસ્ટ્રીઝનો પ્લાન શું હતો SEBIને તપાસમાં જાણવા મળ્યું છે કે JPPએ જુલાઈ-સપ્ટેમ્બર અને નવેમ્બર-ડિસેમ્બર વચ્ચે બે વખત સટ્ટાકીય ટ્રેડિંગ કર્યું હતું. 27 સપ્ટેમ્બર 2024ના રોજ મોટાભાગના શેર રૂ. 267.50ના ઊંચા ભાવે વેચ્યા હતા. જેના કારણે મિલીભગત અને ટ્રેડના પ્રશ્નો સામે આવ્યા છે. સેબીના સંપૂર્ણ સમયના સભ્ય અશ્વની ભાટિયાએ જણાવ્યું હતું કે પ્રમોટર્સ પ્રોફાઉન્ડ ફાઇનાન્સ અને જેપીપી રોકાણકારોને છેતરવાના કાવતરાનો ભાગ હતા.