મુંબઈ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે આજે, સોમવાર, જૂન 10, સેન્સેક્સ 386 પોઈન્ટ વધીને 77079 ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 121 પોઈન્ટ વધીને 23,411ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો. જો કે હવે માર્કેટમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 14માં તેજી અને 16માં ઘટાડો છે. પાવરગ્રીડના શેર સૌથી વધુ 3.30% વધ્યા છે. તેમજ, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક, નેસ્લે અને એસબીઆઈના શેર 1% કરતા વધુ વધ્યા છે. ટેક મહિન્દ્રા, વિપ્રો, ઈન્ફોસિસના શેરમાં ઘટાડો છે.
ક્રોનોક્સ લેબ 21.3% વધીને રૂ. 165 પર લિસ્ટેડ
ક્રોનોક્સ લેબ સાયન્સના શેર આજે NSE અને BSE સ્ટોક એક્સચેન્જમાં 21.3% વધીને રૂ. 165 પર લિસ્ટ થયા હતા. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹129-₹136 નક્કી કર્યો હતો.
તેની ઈશ્યુ કિંમત 136 રૂપિયા હતી. ક્રોનોક્સ એ એક વિશિષ્ટ કેમિકલ મેન્યુફેક્ચર છે.
બજારના તેજીના ત્રણ કારણો:
- નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ બાદ હવે કેન્દ્ર સરકારને લઈને વધુ સ્પષ્ટતા જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ સરકાર બનાવી છે. આથી સેન્સેક્સ 77079ની રેકોર્ડ હાઈએ પહોંચ્યો છે.
- 12 જૂને મે મહિનાના ફુગાવાના આંકડા જાહેર થવા જઈ રહ્યા છે. અર્થશાસ્ત્રીઓ એપ્રિલમાં રિટેલ ફુગાવો 4.83% થી ઘટીને 4.80% થવાની અપેક્ષા રાખે છે. ફુગાવાને અંકુશમાં રાખવો એ શેરબજાર માટે સકારાત્મક સંકેત છે.
- રિલાયન્સ, એક્સિસ બેંક, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એનટીપીસી શેરબજારમાં ઉછાળામાં ટોચનું યોગદાન આપનાર છે. ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, ટીસીએસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા બજારને ઘટાડી રહ્યા છે.
ઈક્સિગોની પેરેન્ટ કંપનીનો IPO આજથી ખુલશે
ટ્રાવેલ એગ્રીગેટર ઈક્સિગોની પેરેન્ટ કંપની લે ટ્રેવેન્યૂઝની ઈનિશિયલ પબ્સિક ઓફર (IPO) આજથી જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. રિટેલ રોકાણકારો આ IPO માટે 10 જૂનથી 12 જૂન સુધી બિડ કરી શકશે.
કંપની આ ઈસ્યુ દ્વારા કુલ ₹740.10 કરોડ એકત્ર કરવા માંગે છે. આ માટે, કંપની ₹120 કરોડના 12,903,226 નવા શેર ઇશ્યૂ કરશે. તેમજ, કંપનીના હાલના રોકાણકારો ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા ₹740.10ના મૂલ્યના 79,580,900 શેર વેચશે.
FIIએ રૂ. 16,971 કરોડના શેરનું વેચાણ કર્યું હતું
ગયા અઠવાડિયે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 16,971 કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું હતું, પરંતુ તેમણે ડેટ સેગમેન્ટમાં રૂ. 4,669 કરોડથી વધુની ખરીદી કરી હતી. જ્યારે DIIsએ રોકડ સેગમેન્ટમાં રૂ. 5,578 કરોડથી વધુની ખરીદી કરી હતી. આગામી સપ્તાહમાં વિદેશી રોકાણકારો શેર વેચવાનું ચાલુ રાખી શકે છે.
શુક્રવારે યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો
શુક્રવારે અમેરિકન બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સમાં 87 પોઈન્ટનો ઘટોડો હતો અને તે 38799 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 40 પોઈન્ટ તૂટ્યો હતો. 17133ના સ્તરે બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 6 પોઈન્ટ ઘટીને 5346 પર બંધ થયો હતો.
7 જૂને સેન્સેક્સે 76,795 ઓલ ટાઈમ હાઈ પર હતો
રિઝર્વ બેંકના GDP અનુમાનમાં વધારો કર્યા બાદ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 7 જૂને સેન્સેક્સ 76,795ની ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. જો કે, પાછળથી તે થોડો નીચે આવ્યો અને સેન્સેક્સ 1,618 પોઈન્ટના વધારા સાથે 76,693 પર બંધ થયો હતો.
નિફ્ટીમાં પણ ટ્રેડિંગ દરમિયાન લગભગ 500 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને તે 23,320 ના સ્તર પર પહોંચી ગયો હતો. નિફ્ટી 468 પોઈન્ટના વધારા સાથે 23,290 પર બંધ રહ્યો હતો. આ નિફ્ટીનો ઓલ ટાઈમ ક્લોઝિંગ હાઈ છે.
સેન્સેક્સના તમામ 30 શેરોમાં તેજી જોવા મળી હતી. M&Mના શેરમાં સૌથી વધુ 5.83%નો વધારો થયો છે. જ્યારે આઈટી કંપની વિપ્રો અને ટેક મહિન્દ્રામાં લગભગ 5%નો ઉછાળો રહ્યો હતો. ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ અને ભારતી એરટેલના શેર લગભગ 4% વધ્યા છે.