મુંબઈ26 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજાર આજે શનિવારે પણ ખુલશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE એ 14 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે 2 માર્ચની રજાના દિવસે પણ બજાર ખુલ્લું રહેશે. આ સમયગાળા દરમિયાન બે વિશેષ લાઇવ ટ્રેડિંગ સેશન હશે. આવું ડિઝાસ્ટર રિકવરી સાઇટના ટેસ્ટ માટે કરવામાં આવી રહ્યું છે.
ડિઝાસ્ટર રિકવરી સાઇટનો ઉપયોગ સૌથી રીસેંટ બેકઅપમાંથી ડેટા રિકવર કરવા માટે થાય છે. જો કોઈ અણધારી ઘટનાને કારણે પ્રાઈમરી લોકેશન અને તેની સિસ્ટમ નિષ્ફળ જાય, તો તેને રિકવરી સાઇટ પર સ્વિચ કરી શકાય છે.
એક સેશન પ્રાઈમરી સાઈટ પર અને બીજું DR સાઈટ પર હશે
સ્પેશિયલ ટ્રેડિંગનું પ્રથમ સેશન પ્રાઇમરી સાઇટ પર સવારે 9.15 થી સવારે 10 વાગ્યા સુધી અને બીજું સેશન DR સાઇટ પર સવારે 11.30 થી 12.30 વાગ્યા સુધી રહેશે. પ્રી-ઓપનિંગ સેશન સવારે 9 થી 9.08 અને સવારે 11.15 થી 11.23 સુધીનું રહેશે.
ફ્યુચર અને ઓપ્શન કોન્ટ્રાક્ટ સાથેના શેર સહિત સિક્યોરિટીઝમાં અપર અને લોઅર સર્કિટ લિમિટ 5% હશે. એટલે કે, આ રેન્જમાં જ શેરની વધઘટ થશે. જે શેરો પહેલાથી જ 2% બેન્ડમાં છે તે આ બેન્ડમાં રહેશે.
સેન્સેક્સ 73,819 અને નિફ્ટીએ 22,353ની ઓલ ટાઈમ હાઈ બનાવી
1 માર્ચે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સે 73,819 અને નિફ્ટીએ 22,353ની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. જોકે, બાદમાં તે થોડો નીચે આવ્યો હતો અને સેન્સેક્સ 1245 પોઈન્ટના વધારા સાથે 73,745ના સ્તરે બંધ થયો હતો.
આ સાથે જ નિફ્ટીમાં પણ 355 પોઈન્ટની તેજી રહી હતી. 22,338ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઉછાળો અને 7માં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઉછાળો ઓઇલ-ગેસ, બેન્કિંગ અને ઓટો શેર્સમાં જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલ નિફ્ટીમાં ટોપ ગેનર રહ્યો હતો.
1 માર્ચે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સે 73,819 અને નિફ્ટીએ 22,353ની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી.
નિફ્ટી મેટલમાં સૌથી વધુ 3.62%ની તેજી રહી
NSE સેક્ટોરલ ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો, નિફ્ટી મેટલમાં સૌથી વધુ 3.62%ની તેજી રહી હતી. તેમજ, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ 2.25%, નિફ્ટી ઓટો 2.25%, નિફ્ટી બેંક 2.53%, નિફ્ટી પ્રાઈવેટ બેંક 2.53% અને નિફ્ટી પીએસયુ બેંક 2.18% વધ્યા છે. જ્યારે, નિફ્ટી મીડિયા 1.47%, નિફ્ટી ફાર્મા 0.95% અને નિફ્ટી આઈટી 0.54% ઘટ્યા હતા.
શેરબજારમાં તેજીના 3 કારણો
- નાણાકીય વર્ષ 2023-2024 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી ગ્રોથ વધીને 8.4% થઈ ગયો છે. તેની બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર જોવા મળી છે.
- હાલમાં જ કેટલાક સર્વેમાં આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએની જીતની આગાહી કરવામાં આવી છે. આનાથી બેન્કિંગ અને PSU શેરોમાં ઉત્સાહ પાછો આવ્યો છે.
- ગુરુવારે યુએસ ઈન્ફ્લેશન ડેટાના પ્રકાશન પછી વોલ સ્ટ્રીટ પર S&P500 અને નેસ્ડેક રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયા હતા. વૈશ્વિક બજાર પર તેની સકારાત્મક અસર જોવા મળી છે.