નવી દિલ્હીઅમુક પળો પેહલા
- કૉપી લિંક
અમેરિકન બજારોમાં 2 વર્ષમાં સૌથી મોટા ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારમાં આજે એટલે કે 6 ઓગસ્ટે ઉછાળો જોવા મળી શકે છે. સોમવારના એક દિવસ પહેલા સેન્સેક્સ 2,222 પોઈન્ટ (2.74%) ઘટીને 78,759 પર બંધ થયો હતો.
તેમજ, નિફ્ટીમાં 662 પોઈન્ટ (2.68%)નો ઘટાડો થયો હતો. તે 24,055ના સ્તરે બંધ રહ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સ 1,718 પોઈન્ટ (3.60%) ઘટીને 45,956 પર બંધ થયો. સ્મોલકેપ ઈન્ડેક્સ 2,297 પોઈન્ટ (4.21%) ડાઉન હતો.
ચાર મોટી વસ્તુઓ જે બજારની હલચલ નક્કી કરશે
1. રિઝર્વ બેન્કની બેઠકઃ રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ થઈ રહી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ 8 ઓગસ્ટ, 2024ના રોજ મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપશે. નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે આરબીઆઈ વ્યાજ દર 6.5% પર યથાવત રાખે.
2. કંપનીઓના ત્રિમાસિક પરિણામોઃ આ સપ્તાહે 900થી વધુ કંપનીઓના પ્રથમ ત્રિમાસિક પરિણામો આવશે. આજે ટાટા પાવર, ટીવીએસ મોટર્સ, બાટા, રેમન્ડ જેવી કંપનીઓ એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. કંપનીઓના પરિણામો બજારના સેન્ટિમેન્ટને અસર કરે છે.
3. ગ્લોબલ માર્કેટની ચાલ: સોમવારે અમેરિકન માર્કેટ ડાઓ જોન્સ 2.60% ઘટીને 38,703ના સ્તરે બંધ થયો. નૈસ્ડેક પણ 3.43% ઘટ્યો. 16,200ની સપાટીએ બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં આજે જાપાનનો નિક્કેઈ 10% ઉપર છે. ગિફ્ટ નિફ્ટી પણ 0.81%નો વધારો છે.
4. વિદેશી અને સ્થાનિક રોકાણકારો: ફોરેન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસેટર્સ (FIIs)એ 5 ઓગસ્ટના રોજ ₹10,073.75 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ ₹9,155.55 કરોડના શેર ખરીદ્યા હતા. એટલે કે, વિદેશી રોકાણકારો હજુ પણ વેચાણ કરી રહ્યા છે.
યુએસ માર્કેટમાં લગભગ 2 વર્ષમાં સૌથી મોટો ઘટાડો
સોમવારે, યુએસ માર્કેટ S&P 500 3% ઘટ્યું, જે સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી ખરાબ દિવસ હતો. ઘટાડાથી ઇન્ડેક્સ જુલાઈમાં તેની ઓલ ટાઈન હાઈથી 8.5% નીચો છે, પરંતુ તે હજુ પણ 2024માં 8.7% ઉપર છે.
ટેક કંપનીઓના શેરો બજાર ઘટતા મોખરે રહ્યા હતા. એપલના શેર 4.8% ઘટ્યા, જ્યારે Meta અને Nvidia 2.5% અને 6.4% ઘટ્યા. આર્થિક મંદીના કારણે અમેરિકન બજારોમાં આ ઘટાડો થયો છે.
અજય કેડિયાએ કહ્યું- અત્યારે તમારા પોર્ટફોલિયોમાં ડિફેન્સિવ સ્ટોક્સ રાખો
કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ કહ્યું કે યુએસનો જોબ ગ્રોથ રેટ ઘણો ધીમો રહ્યો છે. જેના કારણે મંદી આવવાની સંભાવના છે. આ સિવાય ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધને કારણે ટેન્શન છે. રૂપિયામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
અજય કેડિયાના મતે, રોકાણકારોએ આ સમયે તેમના પોર્ટફોલિયોમાં એફએમસીજી અને ફાર્મા શેર્સ જેવા શેરો રાખવા જોઈએ. આગામી સમયમાં સ્થાનિક અને વૈશ્વિક મેક્રો પરિબળોને કારણે બજારમાં અસ્થિરતા (વધારો-ઘટાડો) જોવા મળી શકે છે.
ઓલાના IPOનો છેલ્લો દિવસ, અત્યાર સુધીમાં 1.12 વખત સબસ્ક્રાઇબ થયો છે
ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના IPOનો આજે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં આ IPO 1.12 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. કંપનીના શેર 9 ઓગસ્ટે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.
સોમવારે બજારમાં વર્ષનો બીજો સૌથી મોટો ઘટાડો, સેન્સેક્સ 2.74% ઘટ્યો
સોમવારે શેરબજારમાં 2,222 પોઈન્ટ (2.74%) નો ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષ એટલે કે 2024નો આ બીજો મોટો ઘટાડો છે. અગાઉ, 4 જૂને, લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે, સેન્સેક્સ 4389 પોઈન્ટ (5.74%)ના ઘટાડા સાથે 72,079 પર બંધ થયો હતો.