- Gujarati News
- Business
- The Wealth Of The Country’s Big Industrialists Increased By 40 Percent In One Year, Doubled From Corona Year 2020
નવી દિલ્હી12 મિનિટ પેહલા
- કૉપી લિંક
- દેશના ટોચના 100 ધનિકોની સંપત્તિ પ્રથમ વખત રૂ.90 લાખ કરોડને ક્રોસ થઇ
ભારતીય અર્થતંત્ર ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે દેશમાં ધનિકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ વર્ષે પ્રથમ વખત દેશના ટોચના 100 ધનિકોની સંપત્તિ 1 ટ્રિલિયન ડોલર એટલે કે 90 લાખ કરોડ રૂપિયાને ક્રોસ કરી ગઈ છે. એક વર્ષમાં તેમની સંપત્તિ 40% થી વધુ વધીને 93.64 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે કોરોના વર્ષ 2020ની તુલનામાં તેમની સંપત્તિ બમણાથી વધુ વધી ગઈ છે. 2023ની સરખામણીએ સંપત્તિમાં 26.50 લાખ કરોડનો વધારો થયો છે.
આ વર્ષે 100 સૌથી ધનાઢ્ય ભારતીયોની સંપત્તિમાં થયેલા વધારામાં બિઝનેસના નફામાં થયેલા વધારાને બદલે શેરમાં થયેલા વધારાનો હિસ્સો વધુ રહ્યો હતો. એક વર્ષમાં સેન્સેક્સ લગભગ 30% વધ્યો છે. ફોર્બ્સના અહેવાલ અનુસાર “ભારતના 100 સૌથી ધનિક 2024” ટોપ-100માં 80 ટકાથી વધુ ધનિક ભારતીયો પહેલા કરતા વધુ ધનિક બન્યા છે. તેમાંથી 58 લોકોની સંપત્તિમાં 1 અબજ ડોલર એટલે કે 8,397 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે.
મુકેશ અંબાણી ફરી ટોચ પર, વિશ્વના 13મા સૌથી ધનિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી આ વર્ષે પણ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ રહ્યા છે. એક વર્ષમાં તેમની સંપત્તિ 2.31 લાખ કરોડ રૂપિયા વધીને 10 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. આ સાથે તે વિશ્વના 13મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ડૉલરના સંદર્ભમાં તે દેશમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ છે. અદાણી બીજા ક્રમે છે પરંતુ તેમની સંપત્તિ અંબાણી કરતાં વધુ વધી છે, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. એક વર્ષમાં તેમની સંપત્તિ 4 લાખ કરોડ રૂપિયા વધી છે. ફોર્બ્સ ઈન્ડિયાની યાદીમાં ઓપી જિંદાલ ગ્રૂપના સાવિત્રી જિંદાલ ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. માત્ર એક વર્ષમાં તેમની સંપત્તિ 82% વધીને 3.67 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.