- Gujarati News
- Business
- Today The Stock Market Is Booming : Sensex Opened 156 Points Higher At 71,492, Nifty Also Increased 56 Points
મુંબઈ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે બુધવારે (27 ડિસેમ્બર) શેરબજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 156 પોઈન્ટના વધારા સાથે 71,492ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 56 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તે 21,497ના સ્તરે ખુલ્યો હતો.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 28માં વધારો અને 2માં ઘટાડો જોવા મળ્યો હતો. આજે બેન્કિંગ, મેટલ, આઈટી અને પાવર શેર્સમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે.
અમેરિકન બજારો ઉછાળા સાથે બંધ
મંગળવારે ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ગુડ્સ અને ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરના સારા પ્રદર્શનને કારણે અમેરિકન બજારોમાં તેજી રહી હતી. મંગળવારે ડાઉ જોન્સ 0.43% (159 પોઈન્ટ) વધીને બંધ થયો હતો. જ્યારે S&P 500 0.42% (20 પોઈન્ટ) વધ્યો.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે મંગળવારે (26 ડિસેમ્બર) શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 229 પોઈન્ટના વધારા સાથે 71,336 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 91 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. 21,441ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં ઉછાળો અને 6માં ઘટાડો જોવા મળ્યો હતો.