મુંબઈ38 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 18મી જુલાઈએ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટના વધારા સાથે 80,800ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 50 પોઈન્ટનો વધારો છે. તે 24,650ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં વધારો અને 12માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બેંકિંગ અને આઈટી શેર્સમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા મંગળવારે બજારે ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. જ્યારે ગઈકાલે એટલે કે બુધવારે મોહરમની રજાના દિવસે બજાર બંધ હતું.
જાપાનના શેરબજારમાં 2%નો ઘટાડો
- એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1.99% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.41% નીચે છે. હોંગકોંગનો હેંગસેંગ 0.05% ઉપર છે.
- બધવારે અમેરિકન માર્કેટમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 243 પોઈન્ટ (0.59%) વધીને 41,198 પર બંધ થયો હતો. જ્યારે NASDAQ 512 (2.77%) પોઈન્ટ વધીને 17,996 પર બંધ રહ્યો હતો.
- HDFC બેંક, રિલાયન્સ, એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેંક અને બજાજ ફાઇનાન્સ બજારને નીચે ખેંચી રહ્યા છે. જ્યારે ઈન્ફોસીસ, ટીસીએસ, એક્સિસ બેંક, સન ફાર્મા અને એસબીઆઈ બજારને ઉપર ખેંચી રહ્યા છે.
સનસ્ટાર લિમિટેડનો IPO આવતીકાલે ખુલશે
સનસ્ટાર લિમિટેડનો IPO 19 જુલાઈના રોજ ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 23 જુલાઈ સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 26 જુલાઈએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
આ ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ ₹90-₹95 છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 150 શેર માટે બિડ કરી શકે છે. જો તમે IPOના ઉપલા પ્રાઇસ બેન્ડ પર ₹95 પર 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,250નું રોકાણ કરવું પડશે.