- Gujarati News
- Utility
- Traveling By Flight Can Be Expensive, Late Fees For Filing Returns Of Up To ₹5,000; 6 Changes From Today
નવી દિલ્હી5 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજથી એટલે કે 1 ઓગસ્ટ 2024થી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 8.50 રૂપિયા મોંઘો થયો છે. ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની ડેડ લાઈન પૂરી થયા પછી તમારે રિટર્ન ફાઇલ કરવા માટે 5,000 રૂપિયા સુધીની લેટ ફી ચૂકવવી પડશે.
આ સિવાય એવિએશન ફ્યુઅલના ભાવમાં વધારાને કારણે હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઈન ઈંધણ (ATF)ના ભાવમાં પ્રતિ કિલોલીટર (1000 લીટર) રૂ. 2,058.29નો વધારો કર્યો છે. જ્યારે રાજસ્થાનમાં વીજળી મોંઘી થઈ ગઈ છે.
ઓગસ્ટ મહિનામાં થઈ રહેલા 6 ફેરફારો…
1. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 8.50 રૂપિયાનો વધારો
આજથી 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 8.50 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં કિંમત હવે 6.50 રૂપિયા વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 1646 રૂપિયા હતી. કોલકાતામાં તે 8.50 રૂપિયાના વધારા સાથે ₹1764.50 થઇ છે, અગાઉ તેની કિંમત ₹1756 હતી.
મુંબઈમાં સિલિન્ડરની કિંમત 7 રૂપિયા વધીને 1598 રૂપિયાથી 1605 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં સિલિન્ડર 1817 રૂપિયામાં મળે છે. જોકે, 14.2 KG ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે દિલ્હીમાં ₹803 અને મુંબઈમાં ₹802.50માં ઉપલબ્ધ છે.
2. ATFની કિંમત વધીને રૂ. 2,058.29, હવાઈ મુસાફરી થઈ શકે છે મોંઘી
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મહાનગરોમાં એટીએફના ભાવમાં વધારો કર્યો છે. તેનાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં ATFમાં રૂ. 1,827.34 વધારો થતા હવે તેની કિંમત રૂ. 97,975.72 પ્રતિ કિલોલીટર (1000 લીટર) થઇ છે. જ્યારે ચેન્નાઈમાં એટીએફ રૂ. 2,058.29 રૂપિયાનો વધારો કરતા રૂ. 1,01,632.08 પ્રતિ કિલોલીટર મોંઘું થયું છે.
3. ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ પુરી, હવે 5,000 રૂપિયા સુધીની લેટ ફી
નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈએ પૂરી થઈ. હવે તમારે રિટર્ન ફાઈલ કરવા માટે દંડ ભરવો પડશે.
જો વ્યક્તિગત કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો તેમણે 5000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેમણે લેટ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે.
4. ત્રણ વર્ષ જૂના ફાસ્ટેગ, 5 વર્ષ જૂના ફાસ્ટેગનું કેવાયસી બદલવું પડશે
ત્રણ વર્ષ જૂના ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કરવું પડશે. આ સિવાય 5 વર્ષ કે તેથી વધુ જૂનું ફાસ્ટેગ બદલવું પડશે.
- વાહનનો રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર ફાસ્ટેગ સાથે લિંક કરવાનો રહેશે.
- નવું વાહન ખરીદ્યાના 90 દિવસની અંદર વાહન નંબર અપડેટ કરવો
- કારની બાજુ અને આગળનો સ્પષ્ટ ફોટો અપલોડ કરો
- ફાસ્ટેગને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું રહેશે.
5. HDFC ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવા પર 1% ચાર્જ, ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 3,000 નક્કી કરવામાં આવી
HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા થર્ડ પાર્ટી એપ્સ જેવી કે CRED, Paytm, PhonePe દ્વારા ભાડાની ચુકવણી (ભાડાનો વ્યવહાર) કરવામાં આવે છે, તો તે વ્યવહાર પર 1% ચાર્જ વસૂલવામાં આવશે. પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા 3,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સિવાય 15,000 રૂપિયાથી વધુના ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ વસૂલવામાં આવશે.
6. રાજસ્થાનમાં વીજળી મોંઘી
રાજસ્થાનમાં વીજળીના નવા દરો લાગુ થઈ ગયા છે. રાજ્યમાં વીજળી યુનિટના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ ફિક્સ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ટેરિફ પ્લાનમાં ઉદ્યોગોને અપાયેલી છૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યાં અત્યાર સુધી રાત્રે વીજળીનો ઉપયોગ કરતા ઉદ્યોગોને 7.5% રિબેટ મળતું હતું ત્યાં હવે દિવસ દરમિયાન 12 થી 4 વાગ્યા દરમિયાન વીજળીનો ઉપયોગ કરતા ઉદ્યોગો માટે રિબેટની જોગવાઈ છે. આ સમયે વીજળીનો ઉપયોગ કરતા ઔદ્યોગિક ગ્રાહકોને યુનિટના દરમાં 10% ડિસ્કાઉન્ટ મળશે.
- BPL ગ્રાહકો પાસેથી 50 યુનિટ સુધીના વપરાશ પર રૂ. 100 થી રૂ. 150 સુધીનો વધારો.
- 50 યુનિટ સુધીના વપરાશ પર સામાન્ય ઉપભોક્તા પાસેથી રૂ. 125 થી રૂ. 150 વસૂલવામાં આવશે.
- 150 યુનિટ સુધીના વપરાશ પર ફિક્સ્ડ ચાર્જ રૂ 230 થી વધારીને રૂ 250
- 300 યુનિટ સુધીના વપરાશ પર ફિક્સ્ડ ચાર્જ 275 રૂપિયા હતો, જે વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યો છે.
- 500 યુનિટ સુધીના વપરાશ પર ફિક્સ્ડ ચાર્જ 345 રૂપિયાથી વધીને 400 રૂપિયા થયો છે.
- 500 થી વધુ યુનિટના વપરાશ પર ફિક્સ્ડ ચાર્જ 400 રૂપિયાથી વધીને 450 રૂપિયા થયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી
આજે એટલે કે 1લી ઓગસ્ટ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે.