શું તમે ઘરનું ઘર લેવાનું સપનું જુઓ છો કે ટ્રેક્ટર લેવા માગો છો તો ચિંતા ન કરો! આજના બજેટને સાવ સરળ રીતે સમજીએ કે તમને શું ફાયદો થયો છે. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરાયેલ ગુજરાત બજેટ 2025-26, કુલ ₹3.70 લાખ કરોડનું છે.
.
શિક્ષણ વિભાગ માટે શું ખાસ? 81 લાખ વિદ્યાર્થીઓ માટે ₹4,827 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં 20 સમરસ છાત્રાલયો બનાવવાની અને આ સિવાય એલડી એન્જીનિયરિંગ કોલેજ સહિત 6 સરકારી ટેક્નિકલ સંસ્થાઓમાં એઆઈ લેબ(AI Lab) બનશે. આરોગ્ય અને સમાજ કલ્યાણ અમદાવાદમાં નવી ન્યુરોલોજી ઈન્સ્ટિટ્યૂટ સહિત આરોગ્ય સેવાઓ માટે ₹23,385 કરોડ અને 60 ટકા દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગોને વર્ષે 12 હજાર મળશે. મહિલા અને બાળકો માટે શું જાહેરાતો? બજેટમાં મહિલા અને બાળ વિકાસ પહેલ માટે ₹7668 કરોડ, બહેનો ગામડામાં અને શહેરમાં ધંધો કરી શકાય તેના માટે લખપતિ દીદી યોજના હેઠળ વ્યાજમુક્ત લોન અને ₹274 કરોડની જોગવાઈ સાથે આંગણવાડી યોજના દ્વારા સહાયનો સમાવેશ થાય છે.
બજેટમાં જગતના તાત માટે શું ખાસ? ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે ₹1 લાખની સહાય અને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ₹5 લાખ સુધીની લોન મળશે. વધુમાં, કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ₹400 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગુજરાતમાં માળખાકીય સુવિધાઓના શું વાવળ? મુખ્ય રોકાણોમાં ગરવી ગુજરાત કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 12 હાઇ-સ્પીડ કોરિડોરનું નિર્માણ, દાહોદમાં હિરાસર એરપોર્ટ જેવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ, મુખ્ય શહેરોમાં એરપોર્ટનું વિસ્તરણ, 150 રૂટ પર 200 એસી બસોની જોગવાઈનો સમાવેશ થાય છે. આ સિવાય ગુજરાતીઓને 2060 નવી એસટી અને અંતરિયાળ ગામમાં 400 મીડી બસ મૂકાશે ધંધાને સપોર્ટ મળે તેના માટે શું ખાસ? ગ્રામીણ વિસ્તારોમાં વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ કરાવવા સાથે, MSME સ્ટાર્ટઅપ યોજના માટે ₹3,600 કરોડની નોંધપાત્ર રકમ ફાળવવામાં આવી છે.
વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને બજેટને સરળ રીતે સમજો