મુંબઈ6 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ ઑનલાઇન પૅમેન્ટને પ્રોત્સાહન આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે હવે હૉસ્પિટલો અને શાળા-કૉલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) પેમેન્ટની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા સુધીની કરાઈ છે. નાણાનીતિની જાહેરાત કરતાં દાસે કહ્યું હતું કે દેશમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ એટલે કે યુપીઆઇ ખાસ્સું લોકપ્રિય થઈ ગયું છે. 1 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. તેમાં મ્યુચ્યુઅલ ફન્ડ સબસ્ક્રીપ્શન, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને ક્રેડિટકાર્ડ પેમેન્ટનો સમાવેશ કરાશે. અત્યારે રિકરિંગ પૅમેન્ટમાં 15 હજારથી વધુની ચુકવણીમાં ઓથેન્ટિકેશનની જરૂર પડે છે. આનાથી લોકોને રાઉન્ડ-ધ-ક્લૉક ચુકવણીની સુવિધા મળે છે.
ગવર્નર દાસે કહ્યું હતું કે શાળા-કૉલેજોમાં ચુકવણીની મર્યાદા વધારવાથી ફી અને અન્ય ચુકવણાં જમા કરાવવામાં સુવિધા મળી રહેશે.