મુંબઈ18 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 1લી જુલાઈએ ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. બજાર ખૂલતા જ સેન્સેક્સ 79,000 અને નિફ્ટી 24,000ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. તે સમયે સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં વધારો અને 13માં ઘટાડો જોવા મળી રહ્યો હતો.
આજે આઈટી અને બેન્કિંગ શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ 28 જૂને શેરબજારે સતત ચોથા દિવસે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 79,671ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 24,174ના સ્તરને સ્પર્શ્યો હતો.
એશિયન માર્કેટમાં આજે થોડો વધારો
- એશિયાઈ બજારમાં નિક્કેઈમાં 0.20%થી વધારેની તેજી છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.10% ચઢ્યું છે. હેંગસેંગ લગભગ ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે. તાઇવાન વેટેડમાં 0.50%ની તેજી છે. કોસ્પી લગભગ 0.20% મજબૂત થઈ છે. શંઘાઈ કંપોઝિટમાં 0.15%ની તેજી જોવા મળી રહી છે.
- જૂન મહિનાના ઓટોમોબાઈ સેલ્સના આંકડા પર બજારની નજર છે. તે આજે એટલે, 1 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. ટૂવ્હીલર્સ અને પેસેન્જર વ્હીકલ્સની સેલ્સમાં ગ્રોથની આશા છે. કોમર્શિયલ વ્હીકલ્સ સેગમેન્ટમાં સેલ્સ ફ્લેટ રહેવાનો અંદાજો છે.
- અમેરિકી બજાર શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઓ જોન્સ 45 અંકના ઘટાડા સાથે 39118ના લેવસ પર બંધ થયો. NASDAQ 126 અંકની નબળાઈ સાથે 17732ના લેવલ પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 22 અંક નીચે 5460ના લેવલ પર બંધ થયું.
- NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા પ્રમાણે ફોરેન ઇન્સ્ટિટ્યૂશન ઇન્વેસ્ટર્સ એટલે FIIsએ શુક્રવારના કારોબારમાં 23.09 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એટલે DIIs એ 6,658.31 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.
3 જુલાઈથી બે IPO ખુલશે
એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને બંસલ વાયર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના IPO 3 જુલાઈથી 5 જુલાઈ સુધી છૂટક રોકાણકારો માટે ખુલ્લા રહેશે. 10 જુલાઈના રોજ, બંને કંપનીઓના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટ થશે.
શુક્રવારે સતત ચોથા દિવસે ઓલટાઈમ હાઈ
અગાઉ, છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે એટલે કે 28 જૂને, શેરબજારે સતત ચોથા દિવસે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સે 79,671ની ઊંચી સપાટી બનાવી અને નિફ્ટીએ 24,174ની ઊંચી સપાટી બનાવી.
જોકે બાદમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસભરના કારોબાર બાદ સેન્સેક્સ 210 પોઈન્ટના ઘટાડા સાથે 79,032 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 33 પોઈન્ટ ઘટીને 24,010ના સ્તર પર બંધ થયો હતો.