49 મિનિટ પેહલા
- કૉપી લિંક
L&T ચીફ સુબ્રમણ્યમે કહ્યું કે કલ્યાણકારી યોજનાઓના કારણે અનેક મજુરો કામ કરવા માટે કે નોકરી માટે પલાયન કરવા માટે તૈયાર નથી.
લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એસ.એન. સુબ્રમણ્યમ ફરીથી હેડલાઇન્સમાં આવ્યા છે. આ વખતે તેમણે સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં કંઈક એવું કહ્યું છે જે મામલે ચર્ચાઓ વેગવંતી બની છે. મંગળવારે ચેન્નઈમાં, તેમણે કહ્યું કે બાંધકામના મજૂરો કલ્યાણકારી યોજનાઓ અને સુખ-સુવિધાઓ મળવાને કારણે કામ કરવાથી દૂર રહે છે. CII સાઉથ ગ્લોબલ લિન્કેજ સમિટમાં તેમણે બાંધકામ ઉદ્યોગમાં મજુરોની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દુનિયામાં મોટી સંખ્યામાં લોકો કામની શોધમાં પલાયન કરી રહ્યા છે. પરંતુ, ભારતમાં લોકો કામ માટે બીજે ક્યાંય જવા તૈયાર નથી. દેશના વિકાસ માટે રસ્તાઓ અને પાવર પ્લાન્ટ જેવી માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવું મહત્વપૂર્ણ છે. જો કે મજુરોની અછતને કારણે આ મુશ્કેલ બની રહ્યું છે.
બદલાયેલી માનસિકતા પાછળનું કારણ સરકારી યોજનાઓ ગણાવી
એલ એન્ડ ટીના સીએમડીના જણાવ્યા અનુસાર, લોકો કામ પર ન આવવાના ઘણા કારણો છે. જન ધન ખાતું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ગરીબ કલ્યાણ યોજના, મનરેગા જેવી યોજનાઓ કારણ કે લોકો ગ્રામ્ય વિસ્તારોમાં આરામથી રહેવાનું પસંદ કરી રહ્યા છે. સુબ્રમણ્યમે કહ્યું, ‘લોકો વિવિધ કારણોસર કામ કરવા તૈયાર નથી, કારણ કે બેંક ખાતા (જન ધન), ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ગરીબ કલ્યાણ યોજના, મનરેગા જેવી યોજનાઓ છે. તેઓ ગ્રામીણ સ્થળોથી બીજે જવા માંગતા નથી, આરામ કરવાનું પસંદ કરે છે.
![સુબ્રમણ્યમે કહ્યું- પલાયન કરવાની ઈચ્છા ન હોવી એ હવે માત્ર બ્લુ કોલર વર્કર્સ સુધી જ મર્યાદીત રહ્યું નથી. હવે વ્હાઈટ કોલર્સ પ્રોફેસનલ્સમાં પણ આવી જ માનસિકતા જોઈ છે.](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/12/16_1739341566.jpg)
સુબ્રમણ્યમે કહ્યું- પલાયન કરવાની ઈચ્છા ન હોવી એ હવે માત્ર બ્લુ કોલર વર્કર્સ સુધી જ મર્યાદીત રહ્યું નથી. હવે વ્હાઈટ કોલર્સ પ્રોફેસનલ્સમાં પણ આવી જ માનસિકતા જોઈ છે.
L&T ચીફ સુબ્રમણ્યમે કહ્યું કે કલ્યાણકારી યોજનાઓના કારણે અનેક મજુરો કામ કરવા માટે કે નોકરી માટે પલાયન કરવા માટે તૈયાર નથી. સુબ્રમણ્યમે કહ્યું- એલ એન્ડ ટી પાસે કર્મચારીઓને મેળવવા, ભરતી કરવા અને તેમની તહેનાતી માટે સમર્પિત એચઆર ટીમ છે. પરંતું તે છતા બાંધકામ ક્ષેત્રે શ્રમિકોને કામ પર રાખવામાં પડકારો વધી રહ્યા છે.
વ્હાઈટ કોલર્સ પ્રોફેસનલ્સમાં પણ આવી જ માનસિકતા
સુબ્રમણ્યમે એ પણ કહ્યું કે પલાયન કરવાની ઈચ્છા ન હોવી એ હવે માત્ર બ્લુ કોલર વર્કર્સ સુધી જ મર્યાદીત રહ્યું નથી. હવે વ્હાઈટ કોલર્સ પ્રોફેસનલ્સમાં પણ આવી જ માનસિકતા જોઈ છે. સુબ્રમણ્યમે કહ્યું- જ્યારે હું ગ્રેજ્યુએટ ઈજનેર તરીકે એલ એન્ડ ટીમાં જોડાયો હતો, તો મારા બોસે કહ્યું કે જો તમે ચેન્નાઈથી છો તો દિલ્હી જઈને કામ કરો. પરંતુ આજે હું ચેન્નાઈના કોઈ વ્યક્તિને દિલ્હીથી કામ કરવા કહું છું તો તો તે માણસ ના પાડે છે. આજે કામની દુનિયા અલગ છે અને આપણે એ જોવું પડશે કે એચએરની પોલિસીઓને કેવી રીતે સાનુકુળ બનાવી શકાય.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/12/17_1739341714.jpg)
સુબ્રમણ્યમે અગાઉ કહ્યું હતું- તમે તમારી પત્નીને કેટલી વાર સુધી જોતા રહેશો? જાઓ કામ કરો
આ આગાઉ L&T ચીફના એક નિવેદને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. તેમના આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો. ખરેખરમાં, તેમણે કર્મચારીઓને અઠવાડિયામાં 90 કલાક અને રવિવારે પણ કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સુબ્રમણ્યમે એમ પણ કહ્યું હતું કે રજાના દિવસે ઘરે બેસીને શું કરશો? તમે તમારી પત્નીને કેટલી વાર સુધી જોતા રહેશો? આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા થઈ હતી.
લોકોનું માનવું છે કે માલિક અને કર્મચારી વચ્ચેનો ગુલામ અને માસ્ટરનો યુગ પુરો થઈ ગયો છે
હવે સુબ્રમણ્યમના હાલના નિવેદન પર પણ લોકોની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. લોકોનું માનવું છે કે માલિક અને કર્મચારી વચ્ચેનો ગુલામ અને માસ્ટરનો યુગ પુરો થઈ ગયો છે. વર્કરોના બદલાતા વર્તનને સમજવું પડશે.
સુબ્રમણ્યમના કહેવા પ્રમાણે, મજુરોને મેળવાની પદ્ધતિમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. નવી સાઇટ માટે કારપેન્ટર મેળવવા માટે, કંપની કારપેન્ટરોની યાદીમાં મેસેજ કરે છે. જેની સાથે તે કામ કરી રહી છે અથવા પહેલા કામ કરી ચૂકી છે. પછી મજુરો પોતે નક્કી કરે છે કે કામ કરવું કે નહીં. સુબ્રમણ્યમે કહ્યું, ‘આ મોબિલાઇઝેશનનો એક રસ્તો છે. પરંતુ, સાથે જ કલ્પના કરો કે હવે અમારે દર વર્ષે 16 લાખ લોકોને ભેગા કરવા પડશે. તેથી અમે એક અલગ વિભાગ બનાવ્યો છે જેને ‘HR કહેવામાં આવે છે. જે કંપનીમાં હાજર નથી પરંતુ તે અસ્તિત્વમાં છે.