મુંબઈ7 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રાઈવેટ સેક્ટરની ધિરાણકર્તા યસ બેંકે શનિવારે (27 એપ્રિલ) Q4FY24 એટલે કે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે (YoY) 123% વધીને ₹451 કરોડ રહ્યો છે.
ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં (Q4FY23) કંપનીનો ચોખ્ખો નફો ₹202 કરોડ હતો. ચોથા ક્વાર્ટરમાં બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) વર્ષ-દર-વર્ષ (YoY) આધારે 2% વધીને રૂ. 2153 કરોડ રહી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 2105 કરોડ રહી હતી.
ચોથા ક્વાર્ટરમાં ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 1.7% રહી હતી
ચોથા ક્વાર્ટરમાં ગ્રોસ નોન-પર્ફોર્મિંગ (NPA) એસેટ્સ 1.7% હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2.2% કરતા ઓછી છે. જ્યારે માર્ચ ક્વાર્ટર માટે નેટ NPA વાર્ષિક ધોરણે (YoY) આધારે 0.80% થી સુધરીને 0.60% થઈ છે. Q4FY24 માટે ગ્રોસ સ્લિપેજ રૂ. 1,356 કરોડ રહી હતી, જે Q3FY24માં રૂ. 1,233 કરોડ હતી.
બેંકની કુલ થાપણો 22.5% વધીને ₹ 2.6 લાખ કરોડ થઈ
ચોથા ક્વાર્ટરમાં બેન્કની નેટ એડવાન્સિસ વાર્ષિક ધોરણે 13.8% વધીને રૂ. 2.27 લાખ કરોડ થઈ છે. તેમજ, બેંકની કુલ થાપણો વાર્ષિક ધોરણે 22.5% વધીને 2.6 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 2.4% અને CASA રેશિયો 30.9% રહ્યો
માર્ચ ક્વાર્ટરમાં બેન્કનો CASA રેશિયો 30.9% રહ્યો હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 30.8% હતો. ચોથા ક્વાર્ટરમાં બેન્કનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન વાર્ષિક ધોરણે ઘટીને 2.4% થઈ ગયું છે. ગયા વર્ષના માર્ચ ક્વાર્ટરમાં તે 2.8% હતો.
ચોથા ક્વાર્ટરમાં યસ બેન્કની લોન વાર્ષિક ધોરણે 12.1% વધી
માર્ચ ક્વાર્ટરની જોગવાઈઓ વાર્ષિક ધોરણે 23.7% ઘટીને રૂ. 470.8 કરોડ થઈ છે. છેલ્લા ક્વાર્ટરમાં પ્રોવિઝનલમાં મોટો વધારો થયો હતો. જ્યારે, ચોથા ક્વાર્ટરમાં યસ બેન્કની લોન દર વર્ષે 12.1% વધી છે.
યસ બેંકના શેરે એક વર્ષમાં 65.92% રિટર્ન આપ્યું
શુક્રવારે, પરિણામોના એક દિવસ પહેલા, યસ બેંકનો શેર 0.39% ના વધારા સાથે રૂ. 26.05 પર બંધ થયો હતો. આ સાથે બેંકનું માર્કેટ કેપ પણ 78.54 હજાર કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
છેલ્લા એક મહિનામાં બેંકના શેરમાં લગભગ 12.28%નો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં તેના શેર 63.32% વધ્યા છે. છેલ્લા એક વર્ષમાં તેણે રોકાણકારોને 65.92% રિટર્ન આપ્યું છે.