- Gujarati News
- Business
- Young People Are Willing To Use Fake Products, A Big Challenge For Companies That Are Arbitrarily Priced
ન્યૂયોર્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
- કિશોરો અને યુવાઓની વચ્ચે નકલી પ્રોડક્ટ્સની લોકપ્રિયતા સતત વધી રહી છે
13 થી 27 વર્ષના કિશોર એટલે કે જેન ઝેડના માતા-પિતાને રજાઓની અત્યારની સિઝનમાં બાળકોનું વિશ લિસ્ટ જોઇને નવાઇ લાગી શકે છે. તેમાં મોટા ભાગે નકલી પર્સ, બ્યૂટી પ્રોડ્કટ્સ અને આ જ પ્રકારની અન્ય ચીજવસ્તુઓ હોય છે. તેના માટે ફેશનેબલ શબ્દ “ડુપ્સ” છે, જે જેન ઝેડ અને મિલેનિયલ્સ (27 થી 42 વર્ષના યુવાઓ)ની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઇ ગયા છે. જો કે તેની ખરીદી કરવાનું ચલણ અનેક પેઢીઓથી ચાલતું આવે છે, પરંતુ કેટલાક વર્ષ પહેલા સુધી આવી પ્રોડક્ટ્સની ઓળખ જાહેર ન થાય તેવો પ્રયાસ થતો હતો હવે એવું નથી. નવી પેઢી ડુપ્સનો ઉપયોગ કરે છે અને એ બતાવી પણ રહી છે કે આ અસલી નથી.
નકલી પ્રોડક્ટ્સનો જાહેર ઉપયોગ જેન ઝેડની માનસિકતાની રસપ્રદ વ્યાખ્યા કરતી નજર આવે છે. એક તરફ તો એવું લાગે છે કે ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ (ડુપ્સ) કોઇ પ્રોડક્ટના ઉપયોગને લઇને સચેત રહેવાની જેન ઝેડની ખૂબીની વિરુદ્ધ છે. પરંતુ તેનાથી એક પ્રકારની વિદ્રોહી પ્રવૃત્તિનો પણ સંકેત મળે છે. તે એ છે કે યુવાવર્ગ કિંમતોને લઇને મનમાની કરનારી કંપનીઓની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા માટે તૈયાર છે. તેનું બીજુ એક પાસું એ છે કે ડુપ્સ પોતાનામાં જ એક વિધ્વંસક પ્રોડક્ટ છે, જે મોંઘી બ્રાન્ડ તેમજ અહીં સુધી કે મૂડીવાદને પણ નબળી પાડી રહી છે. કિશોરો અને યુવાઓની વચ્ચે નકલી પ્રોડક્ટ્સની લોકપ્રિયતા અને સાર્વજનિક પ્રદર્શનનું એક કારણ આ પણ મનાય છે. ડુપ્સ પસંદ કરનારી શેરિલે કહ્યું કે “મે બે વર્ષ પહેલા પ્રથમવાર ડુપે શબ્દ સાંભળ્યો હતો.
મને ડિપ્ટીકની ફ્યૂ ડી બોઇક કેન્ડલ પસંદ છે. તમે સરળતાથી તેનું ડુપ્લિકેટ શોધી શકો છો. આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ કારણ કે ડિપ્ટીકની સૌથી નાની 70 ગ્રામની કેન્ડલ 42 ડૉલર (અંદાજે 3,500 રૂપિયા)માં વેચાય છે, જ્યારે તેનું ડુપ્સ વર્ઝન એક ચતુર્થાંશથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. તેની સુગંધ પણ ઓરિજિનલ પ્રોડક્ટને સમાન છે. આ મામલે એક વસ્તુ સ્પષ્ટ કરવી જરૂરી છે કે વિક્રેતાઓ પણ હવે ડુપ્સને અસલી પ્રોડક્ટ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરતા નથી.
તે કેટલાક વર્ષ પહેલાના ટ્રેન્ડ કરતા વિપરિત છે, જ્યારે વિક્રેતાઓ જાણીતી બ્રાન્ડ્સના ડુપ્સ વર્ઝનને અસલી બનાવવાનો પ્રયાસ કરતા હતા. તે જેટલું રસપ્રદ છે, એટલું જ પડકારજનક પણ છે, ખાસ કરીને દુનિયાભરમાં મશહૂર મોંઘી બ્રાન્ડ્સની કંપનીઓ માટે તે વધુ પડકારજનક છે.
લક્ઝરી પ્રોડક્ટ્સને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં મદદ
કેલિફોર્નિયાની સંસ્થા કોલેડ્સના એક રિપોર્ટ અનુસાર “ડુપ્સની લોકપ્રિયતા યુવા ગ્રાહકોની વચ્ચે પર્યાવરણ અને સામાજિક જવાબદારીઓને પ્રાથમિકતા આપવાથી વિપરિત લાગી શકે છે. જો કે જેન ઝેડ મોનોલિથ નથી. અહીં સુધી કે સામાજિક રીતે જાગૃત ગ્રાહકો પણ મોંઘી લક્ઝરી પ્રોડક્ટ્સને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે ડુપ્સની તાકાતમાં સામાજિક મૂલ્ય જોઇ શકે છે. અસલી સવાલ એ છે કે શું જેન ઝેડ ક્યારેય એ પેઢીની હરોળમાં આવી શકશે, જેઓ અસલી ડિઝાઇનર સામાન ખરીદવા માટે સક્ષમ થવા માટે આવક વધારવાની રેસમાં છે.