મુંબઈ28 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTubeએ ભારતમાં એક નવો શોપિંગ એફિલિએટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આના દ્વારા, ક્રિએટર્સ એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિંત્રા સહિતની અન્ય ઈ-કોમર્સ વેબસાઈટ્સ સાથે તેમના વીડિયો, શોર્ટ્સ અને લાઈવ સ્ટ્રીમ્સમાં સીધા જ લિંક કરી શકે છે, જેના દ્વારા તેમને કમિશન મેળવવાની તક મળે છે.
એફિલિએટ પ્રોગ્રામનો ઉદ્દેશ પરંપરાગત જાહેરાત આવક, YouTube પ્રીમિયમ અને બ્રાન્ડ સહયોગ સાથે સર્જકોને આવકનો વધારાનો સ્ત્રોત પૂરો પાડવાનો છે. આ સાથે, બ્રાન્ડ્સ સર્જકો સાથે સહયોગ કરીને તેમના દર્શકો સુધી સરળતાથી પહોંચી શકે છે.
સર્જકો આ પ્રોગ્રામને YouTube સ્ટુડિયો દ્વારા ઍક્સેસ કરી શકે છે
પાત્ર સર્જકો YouTube સ્ટુડિયો દ્વારા શોપિંગ એફિલિએટ પ્રોગ્રામને ઍક્સેસ કરી શકે છે, જેનાથી તેઓ વીડિયો, શોર્ટ્સ અને લાઇવ સ્ટ્રીમ સહિત તમામ કન્ટેન્ટ ફોર્મેટમાં પ્રોડક્ટને ટૅગ કરી શકે છે.
દર્શકો ટૅગ કરેલી પ્રોડક્ટ જોઈ શકે છે અને ઈ-કોમર્સ વેબસાઈટ પર જઈને તે પ્રોડક્ટ ખરીદી શકે છે.
YouTube કેવી રીતે શરૂ થયું?
2004માં, ત્રણ મિત્રો ચાડ હર્લી, સ્ટીવ ચેન, જાવેદ કરીમ, જેઓ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ- પેપલ (અમેરિકન મલ્ટીનેશનલ ફાઈનાન્સિયલ ટેક્નોલોજી કંપની)માં કામ કરતા હતા, તેઓ સાન ફ્રાન્સિસ્કોમાં એક ડિનર પાર્ટીમાં મળ્યા હતા. ત્રણેએ ઓનલાઈન ડેટિંગ સર્વિસ શરૂ કરવાની યોજના બનાવી હતી. 2005માં, વેલેન્ટાઇન ડે, 14 ફેબ્રુઆરીના રોજ, ડોમેન Youtube.com લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની પ્રથમ ઓફિસ ગેરેજમાં બનાવવામાં આવી હતી.
જ્યારે ડેટિંગ સેવા નિષ્ફળ થઈ ત્યારે તે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની ગયું
સમય વીતી ગયો પણ કોઈ વીડિયો અપલોડ ન થયો. આ વિચાર નિષ્ફળ ગયા પછી, ત્રણ સ્થાપકોમાંના એક જાવેદ કરીમે 23 એપ્રિલ 2005ના રોજ પહેલો વીડિયો અપલોડ કર્યો. આ વીડિયોનું શીર્ષક ‘મી એટ ધ ઝૂ’ હતું. 19 સેકન્ડના આ વીડિયોમાં જાવેદ કરીમ પોતે સાન ડિએગો ઝૂમાં હાથીઓ વિશે વાત કરતા જોવા મળ્યા હતા.
સપ્ટેમ્બર 2005 સુધીમાં, YouTube પરના પ્રથમ વિડિયોને 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. આજે તે વીડિયો 26 કરોડ વ્યૂઝ અને 1.3 કરોડ લાઈક્સ છે.