નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
ઝી એન્ટરટેઈનમેન્ટે બ્રોડકાસ્ટર ‘સ્ટાર’ પાસેથી ICC ક્રિકેટ રાઈટ્સ એગ્રીમેન્ટની શરતોના ઉલ્લંઘનનો આરોપ લગાવીને રૂ. 68.54 કરોડનું રિફંડ માગ્યું છે. સ્ટાર વોલ્ટ ડિઝનીની પેટાકંપની છે.
ગયા મહિને, ઝી એન્ટરટેઇનમેન્ટે ડિઝની-સ્ટાર સાથે $1.4 બિલિયન (તે સમયે અંદાજે રૂ. 11,637 કરોડ)નો કરાર રદ કર્યો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મેન્સ અને અંડર-19 ક્રિકેટ મેચના પ્રસારણ માટે ડિઝની-સ્ટાર સાથે Zee Entertainment દ્વારા આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સ્ટારે ડીલના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો હતો
અગાઉ, સ્ટારે ZEEને બ્રોડકાસ્ટ ડીલનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને કાનૂની નોટિસ પણ મોકલી હતી. Zee અનુસાર, Star દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, Zeeએ લગભગ 17 કરોડ રૂપિયાના કમિશન અને વ્યાજના ખર્ચની સાથે રાઇટ્સ ડીલના પ્રથમ હપ્તા તરીકે $ 203.56 મિલિયન (આશરે રૂ. 1,691 કરોડ) ચૂકવ્યા નથી.
આ ડીલ 26 ઓગસ્ટ 2022ના રોજ થઈ હતી
30 ઓગસ્ટ, 2022ના રોજ, ઝીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં ICC મેન્સ અને અંડર-19 ક્રિકેટના પ્રસારણ અધિકારો માટે ડિઝની-સ્ટાર સાથેના લાઇસન્સિંગ કરાર વિશે માહિતી આપી હતી. આ કરાર પર 26 ઓગસ્ટના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે 2024થી આગામી 4 વર્ષ માટે હતા.
જી-સોની એગ્રીમેન્ટ રદ કરવા પાછળનું કારણ…
ઝી અને સ્ટાર વચ્ચેનો બ્રોડકાસ્ટ એગ્રીમેન્ટ પણ ઝી અને સોની વચ્ચેના $10 બિલિયન (આશરે 83,140 કરોડ રૂપિયા)ના મર્જર ડીલનો એક ભાગ હતો. એવું માનવામાં આવે છે કે સોનીએ મર્જરને રદ કર્યા પછી, ઝીએ સ્ટાર સાથેના બ્રોડકાસ્ટ ડીલને રદ કરવાનો નિર્ણય લીધો હતો.
સોનીએ 22 જાન્યુઆરીએ મર્જર ડીલ રદ કરી હતી
અગાઉ 22 જાન્યુઆરીએ સોનીએ ઝી સાથે મર્જર ડીલ તોડી હતી. આ બંને કંપનીઓએ ડિસેમ્બર 2021માં આ માટે કરાર કર્યા હતા. જો આ મર્જર થયું હોત, તો Zee+ Sony 24%થી વધુ વ્યુઅરશિપ સાથે દેશનું સૌથી મોટું મનોરંજન નેટવર્ક બની ગયું હોત.