વડોદરા
કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે સોશ્યલ મિડીયા પર અનેક પ્રકારના અફવાઓ ફેલાવતા સંદેશનો પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે. આ પ્રક્રિયાને અટકાવવા માટે પોલીસ તરફથી અનેક સુચનાઓ આપવામાં આવતી હોવા છતાં આ પ્રકારના બોગસ મેસેજ ચાલુ રાખવામા આવતાં આખરે વડોદરા પોલીસે આક્રમક બનીને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૫૪ મુજબ ગુનો દાખલ કરીને એક શખ્શને પકડી પાડ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફેસબુક અબરાર શેખના નામના યુઝર આઇડી પર એક પોસ્ટ મુકવામાં આવી હતી. જેમાં ‘બ્રેકિંગ ન્યુઝ – વૈષ્ણોવેદી મંદિર મે ફસે લોગો કે ટેસ્ટ મે મિલે ૪૦૦ લોગો મે ૧૪૫ કોરોના પીડિત અભી ભી ટેસ્ટ જારી હૈ’ એવા સાવ ખોટા મેસેજનો ઉલ્લેખ કર્યો હતો. આવી અણધારી આફતના સમયમાં લોકોમાં ગભરાહટનો માહોલ ઉભો કરવાના આચરવામાં આવેલા કૃત્ય અંગેની વડોદરા ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં તાત્કાલીક આ પોસ્ટ મુકનારને શોધી કાઢીને તેની ધરપકડ કરી હતી.
વડોદરાના વાડી વિસ્તારમાં મોગલવાડા તાલીમુન નિસ્વા મદ્રેસા સામે રહેતા મોહમંદઅબરાર મહમંદહુસૈન શેખ (ઉ.૩૫)ની સામે ગુનો દાખલ કરીને તેની સામે કાર્યવાહી શરૂ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ દિવ્ય સરદાર સમાચાર સાથે. તમે અમને ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Click For Gujarat Samachar in Hindi India Hindi News