2 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’એ રિલીઝના બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર પોતાનો ચાર્મ જાળવી રાખ્યો હતો. ઓપનિંગ ડે પર ‘સાલાર’એ ભારતીય બોક્સ ઓફિસ પર 90 કરોડ 70 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે તેમણે દેશભરમાં 55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે તેનું કુલ ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન 145 કરોડ 70 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, ઓપનિંગ દિવસે ગ્લોબલ લેવલ ઉપર રૂ. 178.7 કરોડનું કલેક્શન કર્યા પછી ‘સાલારે’ બીજા દિવસે રૂ. 106 કરોડનું કલેક્શન કર્યું છે. માત્ર બે દિવસમાં સાલારનું કુલ ગ્લોબલ કલેક્શન 285 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
‘એનિમલ’એ શનિવારે 25.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
બીજી તરફ શાહરુખ ખાનની ફિલ્મ ‘ડંકી’ના ભારતીય બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો તેણે ત્રીજા દિવસે એટલે કે શનિવારે 25 કરોડ 50 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. શનિવારે ફિલ્મના હિન્દી વર્ઝનની ઓક્યુપન્સી 40.71% હતી.
‘ડંકી’નું ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન
- ઓપનિંગ ડે (ગુરુવાર) – 29 કરોડ 20 લાખ
- બીજો દિવસ (શુક્રવાર) – 20 કરોડ 50 લાખ
- ત્રીજો દિવસ (શનિવાર) – 25 કરોડ 50 લાખ
હવે દેશભરમાં ‘ડંકી’નું કલેક્શન 74 કરોડ 82 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ‘ડંકી’ ગુરુવારે એટલે કે ‘સાલાર’ના એક દિવસ પહેલા રિલીઝ કરવામાં આવી હતી.
વર્લ્ડ વાઈડ ‘ડંકી’નું પહેલા દિવસે 58 કરોડ રૂપિયા અને બીજા દિવસે 45.4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમણે બે દિવસમાં ગ્લોબલ માર્કેટમાંથી રૂ. 103 કરોડ એકત્ર કર્યા. હાલમાં તેના ત્રીજા દિવસનું ગ્લોબલ કલેક્શન જાહેર થયું નથી.
‘સાલાર’ 2023ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની છે
અગાઉ, ‘સાલાર’ આ વર્ષની દેશની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની હતી. ફિલ્મે પ્રથમ દિવસે કુલ 178.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેમાંથી તેમણે ભારતીય બોક્સ ઓફિસ પર 90 કરોડ 70 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
સલાર પ્રથમ દિવસનું ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન
- તેલુગુઃ રૂ. 66 કરોડ 75 લાખ
- મલયાલમઃ રૂ. 3 કરોડ 55 લાખ
- તમિળ રૂ. 3 કરોડ 75 લાખ
- કર્ણાટક: રૂ. 0.9 કરોડ
- હિન્દીઃ રૂ. 15 કરોડ 75 લાખ
- કુલઃ રૂ. 90 કરોડ 70 લાખ
આ લિસ્ટમાં ‘સાલાર’ની રિલીઝ પહેલાં ‘આદિપુરુષ’ 137 કરોડ રૂપિયાની કમાણી સાથે 5માં નંબર પર હતી. આ યાદીમાં સ્થાન મેળવનારી તે એકમાત્ર હિન્દી ફિલ્મ પણ હતી. પ્રભાસે ‘સાલાર’ સાથેની પોતાની ફિલ્મના ઓપનિંગ ડે કલેક્શનને તોડી નાખ્યું છે. જો કે, તે પોતાની જ ફિલ્મ ‘બાહુબલ 2’ નો રેકોર્ડ તોડી શક્યો ન હતો જે યાદીમાં બીજા સ્થાને હતી.
‘સાલાર’ વીકએન્ડમાં બજેટ કરતા વધુ કમાણી કરશે
રસપ્રદ વાત એ છે કે લગભગ 350-400 કરોડ રૂપિયામાં બનેલી ‘સાલાર’ કેટલી ઝડપે કમાણી કરી રહી છે. આ જોઈને અંદાજ લગાવી શકાય છે કે વીકેન્ડ સુધી ફિલ્મ તેના બજેટ કરતા વધુ કમાણી કરશે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ સાલારમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન અને ટીનુ આનંદ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.
પણ સૌથી વધુ એડવાન્સ બુકિંગ ધરાવતી ફિલ્મ ‘સાલાર’
- માત્ર કલેક્શનમાં જ નહીં, એડવાન્સ બુકિંગની બાબતમાં પણ પ્રભાસની ફિલ્મ ‘સાલારે’ શાહરુખનીફિલ્મ ‘ ડંકી’ને પાછળ રાખી દીધી હતી.
- યુએસએમાં આ વર્ષે સૌથી વધુ એડવાન્સ બુકિંગમાં ભારતીય ફિલ્મ ‘સાલાર’ પ્રથમ છે.
- આ ફિલ્મે ભારતમાં એડવાન્સ બુકિંગ દ્વારા લગભગ 49 કરોડ રૂપિયાનું જંગી કલેક્શન કર્યું છે.
- ‘સાલાર’ની એડવાન્સ બુકિંગની કમાણી શાહરૃખ સ્ટારર ‘ડંકી’નાં ઓપનિંગ કલેક્શન કરતાં પણ વધુ છે, જે બોક્સ ઓફિસ પર એક દિવસ અગાઉ રિલીઝ થઈ હતી.