5 કલાક પેહલા
- કૉપી લિંક
ગઈકાલે એટલે કે શુક્રવારે રાત્રે ‘બિગ બોસ 17’ ફેમ મન્નરા ચોપરાએ તેનો 33મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. મન્નરાના બર્થડે પર માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ જોવા મળ્યા હતા.

પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે આવી હતી
પ્રિયંકા ચોપરા પણ હાલ પરિવાર સાથે ભારતમાં જ છે. આવી સ્થિતિમાં પિતરાઈ બહેન મન્નાના બર્થડેના ખાસ દિવસે પ્રિયંકા ચોપરા તેની માતા અને પતિ નિક જોનાસ સાથે સેલિબ્રેશનમાં પહોંચી હતી. પ્રિયંકા ચોપરાએ સફેદ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી. પ્રિયંકા ચોપરાએ મન્નારાને જન્મદિવસની કેક ખવડાવી હતી. ઉજવણીના આ માહોલમાં આખો પરિવાર ખુશ દેખાતો હતો. આ વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

પ્રિયંકા ચોપરા તેની માતા, પતિ અને પિતરાઈ બહેન મન્નારા સાથે
મન્નરાએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી
મીડિયા સાથે વાત કરતા મન્નારાએ કહ્યું, હું ખૂબ જ ખુશ છું કે પ્રિયંકા દીદી અને નિક જીજુ આવ્યા. જ્યારે પરિવાર સાથે આવે છે ત્યારે બર્થડે તમારા માટે વધુ ખાસ બની જાય છે. બંનેએ તેમના વ્યસ્ત ટાઈમટેબલમાંથી મારા માટે સમય કાઢ્યો, મને તે ખરેખર ગમ્યું. હું ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું. હું દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. જોકે, આ સેલિબ્રેશન પ્રસંગે ચોપરા બહેનોમાં પરિણીતી જોવા મળી ન હતી.

પ્રિયંકા ચોપરાના આગામી પ્રોજેક્ટ્સ
પ્રિયંકા ચોપરા જ્હોન સીના અને ઇદ્રિસ એલ્બા સાથે ફિલ્મ ‘હેડ્સ ઓફ સ્ટેટ્સ’માં જોવા મળશે. આ સિવાય પ્રિયંકા ડિઝનીનેચરની આગામી ફિલ્મ ‘ટાઈગર’માં પણ પોતાનો અવાજ આપવા માટે તૈયાર છે. અભિનેત્રી ‘ધ બ્લફ’માં પણ એક્ટિંગ કરશે, જેનું નિર્દેશન ફ્રેન્ક ઇ ફ્લાવર્સ કરશે.
