30 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ ગૌહર ખાન તેની બીજી પ્રેગ્નેન્સીને કારણે ચર્ચામાં છે. હાલમાં બોમ્બે ફેશન વીકમાં તેને બેબી બમ્પ સાથે હાજરી આપી હતી. એક્ટ્રેસે હાઇ હીલ્સ પહેરી રેમ્પ વૉક કર્યું હતું. રેમ્પ વોક દરમિયાન ગૌહરે દુપટ્ટા વડે બેબી બમ્પ છુપાવ્યો હતો.
બેબી બમ્પ સાથે ગૌહર ખાનનું રેમ્પ વોક વીડિયોમાં ગૌહર ખાને પોતાના બેબી બમ્પને દુપટ્ટા વડે ઢાંક્યું હતું. જ્યારે તે પાછી ફરી રહી હતી, ત્યારે તેણે પોતાનો હાથ તેના પેટ પર મૂક્યો. રેમ્પ વોક દરમિયાન, તેણે ઇન્ડો-વેસ્ટર્ન લુક પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

41 વર્ષીય ગૌહર ખાન બીજી વખત માતા બનશે
ગૌહરના રેમ્પ વોકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
ગૌહરનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે ખૂબ સારું રેમ્પ વોક કરે છે જ્યારે કેટલાક લોકો તેને આ હાલતમાં રેમ્પ વોક ન કરવાની પણ સલાહ આપી રહ્યા છે.
ગૌહર ખાનનો વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું, પ્રેગ્નેન્સીની હાલતમાં રેમ્પ વોક? બીજાએ લખ્યું, પ્રેગ્નેન્સી સાથે પણ રેમ્પ વોકમાં સારો કોન્ફિડન્સ છે. એક યુઝરે તેના કપડાંની મજાક ઉડાવી અને લખ્યું, આ કેવું કોમ્બિનેશન છે. બીજાએ લખ્યું, અરે, પ્રેગ્નેન્સીની હાલતમાં તમે હીલ્સ કેમ પહેરે છે?

ગૌહરે 2023 માં એક પુત્રને જન્મ આપ્યો હતો
ગૌહરે 2020માં ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા ગૌહર અને ઝૈદે 25 ડિસેમ્બર 2020 ના રોજ મુંબઈ ITC ગ્રાન્ડ મરાઠા હોટેલમાં લગ્ન કર્યા. ગૌહર અને ઝૈદ વચ્ચે 12 વર્ષના ઉંમરના તફાવતને કારણે આ લગ્ન તે સમયે હેડલાઇન્સમાં હતા. આ કપલની લવ સ્ટોરી કોઈ ફિલ્મી ફિલ્મી સ્ટોરીથી ઓછી નહોતી.
ઝૈદે ગૌહરને પહેલી વાર ગ્રોસરી શોપમાં જોઈ, ત્યારબાદ તેણે ગૌહરને મેસેજ કર્યો અને તેને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમના સંબંધો મિત્રતાથી શરૂ થયા હતા અને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, આ દંપતીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.