15 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈ પોલીસે ફેમસ ડિરેક્ટર-કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝેલ ડિસોઝા અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. થાણે પોલીસે જણાવ્યું કે, ગયા શનિવારે એક ડાન્સ ગ્રુપે આ ફરિયાદ નોંધાવી હતી. રેમો અને તેની પત્ની અને અન્ય તમામ પર 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.
રેમો ડિસોઝા પત્ની લિઝેલ ડિસોઝા સાથે.
મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ 26 વર્ષની પીડિત ડાન્સરે 16 ઓક્ટોબરે મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસાર, ડાન્સર અને તેના જૂથે 2018 થી જુલાઈ 2024 વચ્ચે છેતરપિંડી કરી હતી. આ ગ્રુપે એક રિયાલિટી શોમાં પરફોર્મ કરીને જીત મેળવી હતી. ફરિયાદીનું કહેવું છે કે રેમો અને અન્ય આરોપીઓએ એવું બહાનું કર્યું કે આ ગ્રુપ તેમનું છે અને તેમના દ્વારા જીતવામાં આવેલી 11.96 કરોડ રૂપિયાની ઈનામી રકમ હડપ કરી લીધી.
આ કેસમાં પોલીસે રેમો ડિસોઝા, તેની પત્ની લિઝલ ડિસોઝા, ઓમપ્રકાશ શંકર ચૌહાણ, રોહિત જાધવ, ફ્રેમ પ્રોડક્શન કંપની, વિનોદ રાઉત, રમેશ ગુપ્તા અને અન્ય એક વ્યક્તિના નામ પર કેસ નોંધ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.
રેમો ઘણા રિયાલિટી શોમાં જજ રહી ચૂક્યો છે. આ શોમાં તેની સાથે તેની પત્ની પણ ઘણી વખત જોવા મળી છે.
ઘણા ડાન્સ રિયાલિટી શો જજ કર્યા છે કોરિયોગ્રાફર અને ડિરેક્ટર હોવા ઉપરાંત રેમો ઘણા રિયાલિટી શોના જજ પણ રહી ચૂક્યા છે. તેને 2009માં પહેલીવાર રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ને જજ કર્યો હતો. ત્યારથી, તે ‘ઝલક દિખલા જા’, ‘ડાન્સ પ્લસ’, ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’, ‘DID લિટલ માસ્ટર’ અને ‘DID સુપર મોમ્સ’ જેવા શોમાં જજ તરીકે જોવા મળ્યો છે.
પ્રોડ્યૂસર તરીકે રેમોના કરિયરની સૌથી મોટી ફિલ્મ સલમાન સ્ટારર ‘રેસ-3’ હતી. જોકે, તે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી.
આગામી ફિલ્મ અભિષેક બચ્ચન સાથે ‘હેપ્પી’ હશે ‘ફાલતુ’, ‘ABCD’, ‘ABCD 2’, ‘અ ફ્લાઈંગ જાટ’, ‘રેસ 3’ અને ‘સ્ટ્રીટ ડાન્સર’ સહિત ઘણી ફિલ્મોનું પ્રોડ્યૂસર કર્યું. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’માં પણ તે અભિનય કરતો જોવા મળ્યો હતો. આમાં અભિષેક બચ્ચન સિંગલ ફાધરના રોલમાં કરી રહ્યો છે.