27 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકુમાર રાવની ફિલ્મ ‘શ્રીકાંત’ના કલેક્શનમાં બીજા દિવસે લગભગ 80%નો વધારો થયો છે. ફિલ્મે રિલીઝના બીજા દિવસે 4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેની ઓક્યુપેન્સી 20.25% હતી.
આ સાથે ફિલ્મે બે દિવસમાં 6 કરોડ 25 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.
આ પહેલાં શુક્રવારે ફિલ્મે ઓપનિંગ ડે પર 2 કરોડ 25 લાખ રૂપિયાની કમાણી કરી હતી. તેની ઓક્યુપન્સી 12.14% હતી.
‘શ્રીકાંત’ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની બાયોપિક છે. રાજકુમાર ઉપરાંત જ્યોતિકા પણ લીડ રોલમાં જોવા મળી રહી છે
માઉથ પબ્લિસિટીથી ફાયદો
રાજકુમાર રાવ, જ્યોતિકા અને અલાયા એફ સ્ટારર ‘શ્રીકાંત’નું નિર્દેશન તુષાર હિરાનંદાની દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની બાયોપિક છે. આ ફિલ્મ વર્ડ ઓફ માઉથ દ્વારા પ્રસિદ્ધિ મેળવી રહી છે .
‘કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ’એ બે દિવસમાં 7.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે
બોક્સ ઓફિસ પર શ્રીકાંતની ટક્કર હોલિવૂડની ફિલ્મ ‘કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ’ સાથે છે. આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 3 કરોડ 25 લાખ રૂપિયા અને બીજા દિવસે 4 કરોડ 25 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે બે દિવસમાં તેનું કુલ કલેક્શન 7 કરોડ 50 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
‘કિંગડમ ફોર ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ’ એ 2017માં રિલીઝ થયેલી ‘વોર ફોર ધ પ્લેનેટ ઓફ ધ એપ્સની સ્ટેન્ડઅલોન’ની સિક્વલ છે
‘હનુમાન’ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે
આ વર્ષે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ ‘હનુમાન’ છે. તેમણે વિશ્વભરમાં 350 કરોડ રૂપિયા કલેક્શન કર્યુંછે. બોલિવૂડની વાત કરીએ તો હૃતિક રોશન સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’ 337 કરોડના ગ્લોબલ કલેક્શન સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.
ફિલ્મ ‘હનુમાન’ના નિર્માતાઓએ તેના બીજા ભાગ ‘જય હનુમાન’નું શૂટિંગ શરૂ કરી દીધું છે.
મલયાલમ ફિલ્મ ‘મંજુમ્મલ બોયઝ’ આ યાદીમાં ત્રીજા સ્થાને છે અને અજય દેવગન સ્ટારર ‘શૈતાન’ ચોથા સ્થાને છે.