23 મિનિટ પેહલા
- કૉપી લિંક
ક્રિકેટર ઝહીર ખાન અને ‘ચક દે ઈન્ડિયા’ ફેમ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે માતા-પિતા બન્યાં છે. સાગરિકાએ એક દીકરાને જન્મ આપ્યો છે. આ કપલે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી ફેન્સને ખુશખબર સંભળાવી છે. સાથે જ, કપલે તેના બાળકનું નામ પણ રિવિલ કર્યું છે. ચાહકો અને સેલેબ્સ બંને આ કપલને અભિનંદન આપી રહ્યા છે.
બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝ શેર કરતા, દંપતીએ લખ્યું, ‘પ્રેમ, કૃતજ્ઞતા અને દૈવી આશીર્વાદ સાથે, અમે અમારા નાના બાળક, ફતેહ સિંહ ખાનનું સ્વાગત કરીએ છીએ.’

એક્ટ્રેસ સાગરિકા ઘાટગે શેર કરેલી પોસ્ટ

ક્રિકેટર ઝહીર ખાન, સાગરિકા ઘાટગે અને ફતેહ સિંહ ખાન

લગ્નના 8 વર્ષ બાદ કપલ માતા-પિતા બન્યું
સેલેબ્સ અને ચાહકોએ અભિનંદન આપ્યાં આ પોસ્ટ પર આ કપલને સેલેબ્સ અને ચાહકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે. સુરેશ રૈના, હરભજન સિંહ, આથિયા શેટ્ટી અને ડાયના પેન્ટી સહિત અનેક સેલિબ્રિટી તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

પોસ્ટ પર કોમેન્ટ કરી લોકો અભિનંદન પાઠવી રહ્યા છે

સુરેશ રૈના અને હરભજન સિંહની કોમેન્ટ

આથિયા શેટ્ટીની કોમેન્ટ
ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં જોવા મળી હતી એક્ટ્રેસ સાગરિકા ઘાટગે ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં જોવા મળી હતી. એક્ટ્રેસે 23 નવેમ્બર, 2017ના રોજ પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેમની પ્રેમ કહાની કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ઝહીર મુસ્લિમ છે અને સાગરિકા મરાઠી છે, તેથી બંને માટે આંતરજાતિય લગ્ન કરવા સરળ નહોતા.
એક ઇન્ટરવ્યૂમાં સાગરિકાએ કહ્યું હતું કે- તેના પરિવારનો દરેક સભ્ય ફક્ત ક્રિકેટ જ નહીં પરંતુ દરેક રમતના ચાહક છે. આ ઉપરાંત ઝહીર ખાન મરાઠી પણ સારી રીતે બોલે છે. સાગરિકાનો પરિવાર મરાઠી પૃષ્ઠભૂમિનો હોવાથી અને ઝહીર પણ મરાઠી બોલે છે, તેથી આ ગુણ ઝહીર ખાનના પક્ષમાં કામ કરતો હતો.
હાલ ઝહીર IPLમાં વ્યસ્ત છે ઝહીર ખાન આ દિવસોમાં IPL 2025માં વ્યસ્ત છે. આ સિઝનમાં તે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમનો બોલિંગ કોચ છે. ખેલાડી તરીકે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ જેવી ફ્રેન્ચાઇઝીનો ભાગ રહ્યો છે. IPLની 100 મેચમાં 102 વિકેટ તેના નામે છે.