13 મિનિટ પેહલા
- કૉપી લિંક
જાણીતો સિંગર એડ શીરન આજે મુંબઈમાં પર્ફોર્મ કરશે. ગઈકાલે એટલે કે શુક્રવારે રાત્રે ગૌરી ખાનની રેસ્ટોરાં ‘ટોરી’માં સિંગર માટે વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીની હોસ્ટ ફરાહ ખાન હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, ગૌરી ખાને આ વર્ષે આ રેસ્ટોરાં ખોલી છે, જે બાંદ્રાના પાલી હિલમાં છે.
ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો હૃતિક રોશન
હૃતિક રોશન કેઝ્યુઅલ લુકમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે રેસ્ટોરાંમાં જતો જોવા મળ્યો હતો. કારમાં હૃતિકનો પુત્ર રુહાન પણ જોવા મળ્યો હતો. ફરાહ ખાને આ કપલનું શાનદાર સ્વાગત કર્યું હતું. બંનેને ગળે લગાવ્યા બાદ ફરાહે ફોટોગ્રાફર માટે પોઝ પણ આપ્યો હતો. શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન લેધર જેકેટ પહેરીને જોવા મળ્યો હતો. અરશદ વારસી પત્ની મારિયા સાથે રેસ્ટોરાંની અંદર જતા જોવા મળ્યો હતો. હુમા કુરેશી ડેનિમ લુકમાં જોવા મળી હતી. મલાઈકા અરોરા ક્રીમ ગાઉનમાં ગ્લેમરસ લાગી રહી હતી. આ સ્ટાર્સ સિવાય રાજકુમાર રાવ, પત્રલેખા, માધુરી દીક્ષિત, મલાઈકા અરોરા, અરશદ વારસી પણ અહીં જોવા મળ્યા હતા.
જુઓ તસવીર..
ગર્લફ્રેન્ડ સબા સાથે જોવા મળ્યો હૃતિક રોશન
ફરહાન અખ્તર પણ તેની પત્ની સાથે જોવા મળ્યો હતો
અરશદ વારસી તેની પત્ની સાથે પોઝ આપતા
પતિ નેને સાથે માધુરી દીક્ષિત
હુમા કુરેશી ડેનિમ લુકમાં જોવા મળી હતી
મલાઈકા અરોરા ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી
એડ શીરનની પાર્ટીમાં આવેલા સેલેબ્સ
ફરાહ ખાન તેના ત્રણ બાળકો સાથે જોવા મળી હતી
આ પાર્ટીની હોસ્ટ ફરાહ ખાન હતી
ડાયના પેન્ટી અને અદિતિ રાવ હૈદરી પણ સાથે જોવા મળ્યા હતા
રાજકુમાર રાવ પત્ની પત્રલેખા સાથે જોવા મળ્યો હતો
એડ શીરન શાહરુખ ખાન સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો
ઈન્ટરનેશનલ સિંગર એડ શીરન હાલ મુંબઈમાં છે. મુંબઈ આવ્યા બાદ એડ શીરન બોલિવૂડ સેલેબ્સ સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. શાહરુખે ઈન્સ્ટાગ્રામ પર એડ શીરન સાથેનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શાહરુખ શીરનને સિગ્નેચર પોઝ શીખવતો જોવા મળી રહ્યો છે.
એડ શીરન 16 માર્ચે મુંબઈમાં પર્ફોર્મ કરશે
એડ શીરન તેના એશિયા અને યુરોપ પ્રવાસ દરમિયાન ભારતમાં પણ પર્ફોર્મ કરશે. એડ શીરનનો શો 16 માર્ચ, 2024 ના રોજ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં છે. એડ શીરનની બીજીવાર ભારતની મુલાકાતે છે. આ પહેલાં 2017માં ભારતની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેમણે મુંબઈમાં પોતાનો કોન્સર્ટ કર્યો હતો.
ગૌરી ખાનની પ્રથમ રેસ્ટોરાં છે ‘ટોરી’
ગૌરી ખાન એક ફિલ્મ પ્રોડ્યુસર અને શાનદાર ઇન્ટિરિયર ડિઝાઇનર છે. 2002માં પતિ શાહરુખ ખાન સાથે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. આ સિવાય ગૌરીએ અનેક સેલિબ્રિટીઓના ઘર પણ ડિઝાઇન કર્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે ગૌરી ખાને મુકેશ અંબાણી, કરન જોહર, આલિયા ભટ્ટ અને રાલ્ફ લોરેન જેવી સેલિબ્રિટીઝના ઘર ડિઝાઇન કર્યા છે. ગૌરીએ ફેબ્રુઆરીમાં પ્રથમરેસ્ટોરાં ‘ટોરી’ પણ ખોલી હતી. ગૌરીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘ટોરી’ની ઝલક બતાવી હતી, જ્યાં ગૌરીએ કેપ્શન લખ્યું હતું – મુંબઈમાં તમારા લોકો માટે મારી પ્રથમ રેસ્ટોરાં ‘ટોરી’ ખુલી છે.