18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 17’ તેના સતત ઝઘડાઓને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, શોમાં એક નોમિનેશન ટાસ્ક હતું, જેમાં ઈશા અને અભિષેક વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. ડિબેટ દરમિયાન ઈશા અને સમર્થે મળીને અભિષેકની માનસિક સ્થિતિની મજાક ઉડાવી હતી. દલીલ એટલી વધી ગઈ કે અભિષેકે ગુસ્સો ગુમાવી દીધો અને સમર્થને થપ્પડ મારી દીધી. નિયમ તોડવા છતાં રિતેશ દેશમુખ, કામ્યા પંજાબી, ઐશ્વર્યા શર્મા સહિત ઘણા સેલેબ્સ અભિષેકના સમર્થનમાં સામે આવ્યા છે.
મંગળવારે ‘બિગ બોસ 17’માં નોમિનેશન ટાસ્ક યોજવામાં આવ્યું હતું. ટાસ્ક દરમિયાન આયેશા ખાન, અઓરા, અભિષેક, સમર્થ, મુનાવ્વર અને અરુણને નોમિનેટ કરવામાં આવ્યા હતા. ટાસ્ક દરમિયાન અરુણ અને મુનવ્વરે દલીલ કરી હતી, જેમાં અભિષેકે મુનવ્વરને સપોર્ટ કર્યો હતો. આ દરમિયાન ઈશા માલવિયાએ અભિષેક પર ટિપ્પણી કરી અને બંને વચ્ચે જોરદાર દલીલબાજી શરૂ થઈ ગઈ. બંનેએ એકબીજાના પાત્ર પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, જ્યારે સમર્થ અભિષેકને સતત ઉશ્કેરી રહ્યા છે.
ટાસ્કની વચ્ચે અભિષેક કુમાર એક્ટિવિટી એરિયામાં ગૂંગળામણ અનુભવવા લાગ્યા અને તેમણે બિગ બોસને એક્ટિવિટી એરિયા છોડી દેવાની વિનંતી કરવાનું શરૂ કર્યું. બિગ બોસે તરત જ ટાસ્ક ખતમ કરીને બધાને બહાર મોકલી દીધા. બહાર આવતા ઈશા અને સમર્થે અભિષેકની મજાક ઉડાવી અને તેને માનસિક બીમાર કહ્યો. કારણ કે અભિષેક માનસિક સારવાર વચ્ચે શોમાં આવ્યો હતો, તે આ સાંભળી શક્યો નહીં અને ગુસ્સે થઈ ગયો. હવે કલર્સ ચેનલ દ્વારા શોના આગામી એપિસોડનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અભિષેકે તેના ઉશ્કેરણી પર સમર્થને થપ્પડ મારી છે.
અભિષેકના સમર્થનમાં ઘણા સેલેબ્સ સામે આવ્યા
બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે ટ્વીટ કરીને અભિષેકનું સમર્થન કર્યું છે. તેણે X પ્લેટફોર્મ (અગાઉના ટ્વિટર) પર લખ્યું છે, અભિષેક પ્રત્યે મારી સંવેદના. બિગ બોસ 17.
જ્યારે કામ્યા પંજાબીએ લખ્યું છે કે, મેન્ટલ ડોગ, દો કૌડી કા, ચલ નિકલ નિકલ, નકલી કુમાર, અપને બાપ કા મેન્ટલ લોંડા… બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બંને મળીને એક્સ બોયફ્રેન્ડની નબળાઈનો ઉપયોગ કરે છે. તેમની આ રમત તેને ઉશ્કેરે છે.
શોના પૂર્વ સ્પર્ધક રાજીવે પણ અભિષેકને સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું, હું બિગ બોસને ઈશાના ક્લાસનું આયોજન કરવા વિનંતી કરું છું. આ યોગ્ય નથી. જો દરેકનો દોષ દર્શાવવામાં આવે છે તો તેનો કેમ નહીં? માનસિક સ્વાસ્થ્ય કોઈ મજાક નથી. હું એ સાંભળવા માંગતો નથી કે તે માત્ર 19 વર્ષની છે. તે પુખ્ત છે અને તેની ક્રિયાઓ માટે જવાબદાર હોવું જોઈએ.