9 કલાક પેહલા
- કૉપી લિંક
ઐશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યાનો એક ફેમિલી ફંક્શનનો તાજેતરનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અભિષેક બચ્ચનની ગેરહાજરીથી ફરી તેના છૂટાછેડાની અફવાઓને વેગ મળ્યો છે.
છેલ્લા લાંબા સમયથી ઐશ્વર્યા અને અભિષેકના અલગ થવાના સમાચાર આવી રહ્યા છે. જોકે, બંનેએ આ અંગે હજુ સુધી કંઈ કહ્યું નથી. અવારનવાર સોશિયલ મીડિયા પર કોઈ ફોટો વાઈરલ થાય છે, જેના કારણે અફવાઓને પ્રોત્સાહન મળે છે.
હાલમાં જ વાઈરલ થયેલા ફોટોમાં ઐશ્વર્યા તેમની માતા અને પુત્રી આરાધ્યા સાથે ફેમિલી ફંક્શનમાં જોવા મળી હતી. ફેન પેજ મુજબ એશ્વર્યાના કઝીન સાગર શેટ્ટીનો જન્મદિવસ હતો. તસવીરમાં ઐશ્વર્યા અને આરાધ્યા સાથે જોવા મળી રહ્યા છે. ટેબલ પર કેક અને ફૂલો પણ જોવા મળી રહ્યા છે.
ફોટોના કેપ્શનમાં લખ્યું છે, ‘શુભેચ્છાઓ માટે તમારા બધાનો આભાર.’ પરંતુ સૌથી વધુ ચર્ચાની વાત એ છે કે અભિષેક બચ્ચનની ગેરહાજરી છે, ખાસ કરીને જ્યારે તેના છૂટાછેડાની અફવાઓ ખૂબ જોરથી ચાલી રહી છે.
ફોટો વાયરલ થતાની સાથે જ ફેન્સે ઐશ્વર્યાના પરિવારની સાદગીના વખાણ કર્યા હતા. કેટલાક લોકોએ કપલના અલગ થવાની અફવાઓને પણ સામાન્ય ગણાવી હતી. એક યુઝરે આરાધ્યાના વખાણ કર્યા હતા. જ્યારે બીજા યુઝરે કહ્યું, આપણે છૂટાછેડાને સામાન્ય વાત માનવી જોઈએ. કોઈની ભૂલ વિના લોકો અલગ થઈ શકે છે. માત્ર દેખાડો માટે સાથે રહેવા કરતાં ખુશીથી કો-પેરેન્ટિંગ સારું છે.
ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2007માં થયા હતા. 2011માં તેમની પુત્રી આરાધ્યાનો જન્મ થયો હતો. ઐશ્વર્યા છેલ્લે મણિરત્નમની 2023માં આવેલી ફિલ્મ ‘પોનીયિન સેલ્વનઃ II’માં જોવા મળી હતી, જ્યારે અભિષેક બચ્ચન તાજેતરમાં જ ફિલ્મ ‘ઘૂમર’માં જોવા મળ્યો હતો.
આ સિવાય થોડા દિવસો પહેલા અભિષેક અને એક્ટ્રેસ નિમરત કૌર વચ્ચે અફેરની અફવાઓ પણ સામે આવી હતી. જો કે, બંનેએ આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું આ અફવાઓની તેમના લગ્ન જીવન પર અસર પડી છે?