59 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોમેડિયન કુણાલ કામરા અને ઓલા કેબ્સના CEO ભાવિશ અગ્રવાલ વચ્ચે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. કુણાલ કામરાએ તાજેતરમાં OLA ઈ-બાઈકના સર્વિસ સેન્ટરની એક તસવીર શેર કરી, જ્યાં ઘણી બાઈક રિપેરમાં આવી હતી, ધૂળ ધાણી હાલતમાં પડી હતી. જ્યારે કુણાલ કામરાએ સર્વિસ પર સવાલ ઉઠાવ્યા તો OLAના CEO ભાવિશ અગ્રવાલે તેમને ફટકાર લગાવી. તેણે તો એમ પણ કહ્યું કે, અમારા માટે કામ કરો, અમે તમને તમારી નિષ્ફળ કોમેડી કારકિર્દી કરતાં વધુ પૈસા આપીશું. ત્યારથી સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ઉગ્ર ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.
કુણાલ કામરાએ રવિવારે સવારે OLA ઈ-બાઈક સર્વિસ સેન્ટરની તસવીર પર નીતિન ગડકરીને ટેગ કર્યા અને લખ્યું, શું ભારતીય ગ્રાહકોનો અવાજ નથી, શું તેઓ આના હકદાર છે. ટુ-વ્હીલર એ ઘણા દૈનિક વેતન મેળવનારાઓની જીવનરેખા છે. શું તે ભારતીયોને આ રીતે ઇલેક્ટ્રિક વાહનો મળશે? જો તમને પણ OLA સામે કોઈ ફરિયાદ છે, તો તેમને ટેગ કરીને તમારી સમસ્યા વિશે જણાવો.

કુણાલ કામરાના ટ્વીટના જવાબમાં OLA કેબ્સના CEO ભાવિશ અગ્રવાલે લખ્યું કે, કુણાલ કામરા, જો તમે આટલું ધ્યાન રાખો છો તો અમારા માટે કામ કરો. હું તમને આ પેઇડ ટ્વિટ અને તમારી નિષ્ફળ કોમેડી કારકિર્દી કરતાં વધુ પૈસા આપીશ. નહિંતર, ચૂપચાપ બેસો અને અમને કસ્ટમર માટે કામ કરવા દો.
ભાવિશના કરિયર પર આપવામાં આવેલા નિવેદન પર, કુણાલ કામરાએ તેના છેલ્લા વર્ષના શોનો ફરીથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં દર્શકોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ શેર કરતાં તેણે લખ્યું, હું મારી નિષ્ફળ કોમેડી કારકિર્દી પર ગયા વર્ષની આ ક્લિપ બતાવવા માંગુ છું જ્યાં મેં ગ્રોવર માટે શો ઓપન કરી દર્શકોને ચોંકાવી દીધા હતા અને કેટલાક એરોગન્ટ, ઘમંડી, કંજૂસ ભાવિશ?

OLA CEO અહીં પણ રોકાયા નહીં. તેને કુણાલના ટ્વીટના જવાબમાં લખ્યું, દુઃખ લાગ્યું? સર્વિસ સેન્ટર આવો, ત્યાં ઘણું કામ છે. તમારા ફ્લોપ શોમાંથી તમને જે મળે છે તેના કરતાં હું તમને વધુ પૈસા આપીશ. તમારા લોકોને બતાવો કે તમે તેમની કેટલી કાળજી લો છો.

કુણાલે આગળ લખ્યું, તેના બદલે તમે એ લોકોના પૂરા પૈસા પાછા આપો જેમણે છેલ્લા 4 મહિનામાં OLA ઈ-બાઈક ખરીદી છે. મને તમારા પૈસાની જરૂર નથી, લોકો તેમના કામ સુધી પહોંચી શકતા નથી, મને તમારા જવાબની જરૂર છે.
જવાબમાં ભાવિશે લખ્યું, જો ગ્રાહકોને સેવામાં વિલંબનો સામનો કરવો પડે તો અમારી પાસે તેમના માટે પૂરતા કાર્યક્રમો છે. જો તમે જાણકાર હોત, તો તમે જાણતા હોત. પાછળ હટશો નહીં, ખુરશી પર બેસીને ટીકા કરવાને બદલે અહીં આવો અને કામ કરો.

કુણાલે આગળ લખ્યું, તેથી તમે OLA બાઇક ખરીદનારાઓને 100 ટકા રિફંડ નહીં આપી શકો. પરંતુ તમે મને પૈસા આપી શકો છો, જે તમારો ગ્રાહક પણ નથી. ભાવિશે આના પર લખ્યું છે કે, કોમેડિયન ન બની શક્યા એટલે ચૌધરી બની ગયા. આગલી વખતે વધુ સારું રિસર્ચ કરજો. સર્વિસ સેન્ટર પર આવીને મદદ કરવાની ઓફર ઓપન છે. ચેલન્જ લો. કદાચ તમે સાચું કૌશલ્ય શીખી શકશો.
