7 મિનિટ પેહલા
- કૉપી લિંક
આદર જૈનની ટાઈમપાસ વાળી કોમેન્ટ પર એક્ટ્રેસ તારા સુતારિયાની માતાનું રિએક્શન સામે આવ્યું છે. તાજેતરમાં તેણે આદર જૈનનું નામ લીધા વિના એક પોસ્ટ લખી છે. તેમની આ પોસ્ટ્સ ખૂબ ચર્ચામાં છે. તારાની માતાએ પોસ્ટમાં લખ્યું છે કે જો તે તેની માતા કે પુત્રીને આ વાત ન કહી શકતો હોય, તો તેણે બીજા કોઈને પણ ન કહેવું જોઈએ.
તારાની માતાએ પોસ્ટ શેર કરી રીમા જૈનનાં પુત્ર આદર જૈને તાજેતરમાં જ અલેખા અડવાણી સાથે લગ્ન કર્યા છે. લગ્નના દિવસે જ આદર જૈને અલેખા માટે એક સ્પિચ તૈયાર અને પોતાની અગાઉની રિલેશનશિપને ટાઈમપાસ ગણાવી હતી. આદર જૈને કહ્યું હતું કે તે હંમેશા અલેખાને પ્રેમ કરતો હતો અને છેલ્લા ચાર વર્ષથી ટાઈમપાસ કરી રહ્યો હતો. અલેખા પહેલા, આદર તારાની સાથે રિલેશનશિપમાં હતો.

અલેખા સાથે લગ્ન કરતા પહેલા આદર જૈન તારાને ડેટ કરી રહ્યો હતો.
આદર જૈન પર એક્સ ગર્લફ્રેન્ડની માતા ભડકી જેના કારણે તારા સુતારિયાની માતા આદર જૈનની આ કોમેન્ટ પર ખૂબ ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી. આમાં તેમણે પ્રશ્ન પૂછ્યો કે શું કોઈ પોતાની માતા કે દીકરીને આવી વાત કહી શકશે?

તારાની માતા દ્વારા શેર કરાયેલી પોસ્ટમાં લખ્યું છે- ‘જો તમારો બોયફ્રેન્ડ કે પતિ ક્યારેય તમને અપમાનજનક વાત કહે, તો તેને કહો કે તે કાગળ પર લખી લે અને ગાડીમાં બેસી, ડ્રાઈવ કરીને તેના મમ્મીને અથવા દીકરીને આ કાગળ આપે. જો તે તેની માતાને આ વાત ન કહી શકતો હોય અથવા કોઈ બીજો પુરુષ તેની પુત્રીને આ વાત ન કહી શકે, તો તેણે બીજા કોઈને પણ આ વાત ન કહેવી જોઈએ.
આદર જૈનની પત્ની અલેખા તારાની મિત્ર રહી છે તારા સુતારિયા પણ આદર જૈનના પરિવારને મળી હતી અને તેની સાથે લગ્ન કરવાની હતી. પણ તેમનું બ્રેકઅપ થઈ ગયું. બંને વચ્ચેના સંબંધોની ખૂબ ચર્ચા થઈ હતી. જ્યારે અલેખા તારાની મિત્ર હતી.

તારા સુતારિયાએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 2019 માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તારા સાથે ટાઇગર શ્રોફ અને અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.