18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટ્વિંકલ ખન્નાએ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ મેલામાં આમિર ખાન સાથે કામ કર્યું હતું. ત્યારથી બંને સારા મિત્રો છે. એક જૂના ઈન્ટરવ્યુમાં ટ્વિંકલ ખન્નાએ કહ્યું હતું કે, ફિલ્મ ‘મેલા’ના શૂટિંગ દરમિયાન તે આમિર ખાનને રડતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, આમિર તે સમયે ડિરેક્ટરના વર્તનથી દુખી હતો.
આમિર ખાને ટ્વિંકલ ખન્નાના પુસ્તક મિસિસ ફની બોન્સના લોન્ચિંગ ઈવેન્ટમાં પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કરન જોહર પણ હાજર હતો. વાતચીતમાં આમિરે કહ્યું હતું કે, ટ્વિંકલ ખન્ના સાથે કામ કરવાનો મારો અનુભવ ઘણો સારો હતો. તેની સાથે કામ કરવામાં ખૂબ જ મજા આવી, અમે ખૂબ જ નજીક છીએ.

ટ્વિંકલ ખન્નાએ 2015માં પોતાની બુક મિસિસ ફની બોન્સ લોન્ચ કરી હતી.
કામ પર ફોકસ ન કરવા બદલ આમિર ખાન ટ્વિંકલને થપ્પડ મારવાનો હતો વાતચીત દરમિયાન ટ્વિંકલે એ પણ જણાવ્યું કે એકવાર આમિર તેને સેટ પર થપ્પડ મારવાનો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે, એક દિવસ અભિનેત્રી સેટ પર બેઠી હતી, ત્યારે આમીર તેની પાસે આવ્યો અને કહ્યું, તમે શું કરી રહ્યા છો, તમે કામ પર ધ્યાન પણ નથી આપી રહ્યા. તેના જવાબમાં ટ્વિંકલે કહ્યું કે તે અક્ષય કુમાર વિશે વિચારી રહી છે. આ સાંભળીને આમિર તેને થપ્પડ મારવા જતો હતો.

ટ્વિંકલે એ પણ કહ્યું હતું કે જ્યારે તેણે આમિરને કહ્યું હતું કે તે કૉલમ લખવાનું શરૂ કરવા જઈ રહી છે તો જવાબમાં આમિરે કહ્યું હતું કે ભારતમાં દરેક વ્યક્તિ ક્રિકેટ જુએ છે, તેનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ ક્રિકેટ રમી શકે છે. ટ્વિંકલે જણાવ્યું કે જ્યારે તે આમિરને પોતાની કોલમની લિંક મોકલતી ત્યારે તે જવાબમાં તેના શો’ સત્યમેવ જયતે’ની લિંક મોકલતો હતો. ટ્વિંકલ ખન્નાએ વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ મેલામાં આમિર ખાન સાથે કામ કર્યું હતું. ત્યારથી બંને વચ્ચે ગાઢ મિત્રતા છે.