2 કલાક પેહલા
- કૉપી લિંક
આમિર ખાન આજે એટલે કે 14મી માર્ચે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન આમિર ખાન પૂર્વ પત્ની કિરણ રાવ અને ‘લાપતા લેડીઝ’ની ટીમ સાથે કેક કાપતો જોવા મળ્યો હતો. આ દરમિયાન આમિરે મીડિયાને પણ સંબોધન કર્યું હતું. આમિર લાંબા સમય પછી મીડિયાની વચ્ચે આવ્યો છે. આ અવસરે ‘લાપતા લેડીઝ’ સ્ટાર સ્પર્શ શ્રીવાસ્તવ, નિતાંશી ગોયલ અને પ્રતિભા રત્ના પણ હાજર હતા. કેક કાપ્યા બાદ આમિરે સૌથી પહેલા તેની પૂર્વ પત્ની કિરણ રાવને કેક ખવડાવી હતી.
આમિરે લોકોને ‘લાપતા લેડીઝ’ જોવાની વિનંતી કરી. તેણે કહ્યું, ‘જો તમે લોકો ટિકિટ ખરીદીને ફિલ્મ જોશો તો તે મારા માટે જન્મદિવસની ભેટ હશે’. આમિરે પોતાનો જન્મદિવસ તેની ઓફિસમાં જ સેલિબ્રેટ કર્યો હતો. આમિરે ત્યાં હાજર લોકોને કહ્યું કે ‘લાપતા લેડીઝ’ આમિર ખાન પ્રોડક્શનની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ છે.
કિરણ રાવ અને આમિરે 2005માં લગ્ન કર્યા હતા. 2021 માં, બંને પરસ્પર સંમતિથી અલગ થયા.
આમિરને કેક ખવડાવતા કિરણ રાવ.
આમિર ખાન તેના ચાહકોને ‘લાપતા લેડીઝ’ જોવાની વિનંતી કરી
આમિરે પોતાની 30 વર્ષની એક્ટિંગ કરિયરમાં 48 ફિલ્મો કરી છે.
આમિરે પોતાની 30 વર્ષની એક્ટિંગ કરિયરમાં 48 ફિલ્મો કરી છે, જેમાંથી મોટાભાગની સુપરહિટ રહી છે. 2016માં રિલીઝ થયેલી આમિરની ફિલ્મ ‘દંગલ’ હજુ પણ ભારત અને હિન્દી ભાષાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આમિરની 3 ફિલ્મો ભારતની ટોપ 10 ફિલ્મોમાં સામેલ છે.
14 માર્ચ 1965ના રોજ બોમ્બે (હવે મુંબઈ)માં જન્મેલા આમિર ખાનના પિતા તાહિર હુસૈન જાણીતા ફિલ્મ નિર્માતા હતા અને કાકા નાસિર હુસૈન પ્રખ્યાત નિર્દેશક હતા. 4 ભાઈ-બહેનોમાં સૌથી મોટા આમિરનું પૂરું નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન છે.