- Gujarati News
- Entertainment
- Aamir Said, ‘It Doesn’t Feel Like 25 Years Have Been Completed, Sonali Bendre And Naseeruddin Shah Have Also Arrived’.
મુંબઈ13 કલાક પેહલા
- કૉપી લિંક
આમિર ખાનની 1999માં આવેલી ફિલ્મ ‘સરફરોશ’ રિલીઝ થયાને 25 વર્ષ થઈ ગયા છે. 25 વર્ષ પૂરા થવા પર ગઈ કાલે એટલે કે શુક્રવારે રાત્રે મુંબઈમાં તેની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મની લગભગ આખી સ્ટારકાસ્ટ અહીં પહોંચી હતી.
આમિર ખાને પણ હાજરી આપી હતી. આ દરમિયાન આમિરે કહ્યું – મને નથી લાગતું કે ફિલ્મે 25 વર્ષ પૂરા કર્યા છે, આ ફિલ્મ સાથે જોડાયેલી યાદો હજુ પણ મારા મગજમાં તાજી છે. ફિલ્મની એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે અને વિલનની ભૂમિકા ભજવનારએક્ટર નસીરુદ્દીન શાહ પણ જોવા મળ્યા હતા.
આ સ્પેશિયલ સ્ક્રિનિંગમાં કોણ-કોણ હાજર રહ્યા તેના પર એક નજર…
ફિલ્મમાં ACP અજય રાઠોડની ભૂમિકા ભજવનાર આમિર ખાને પણ હાજરી આપી હતી.
આ ફિલ્મમાં આમિરની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.
ફિલ્મના વિલન ગુલફામ હસન એટલે કે નસીરુદ્દીન શાહ પણ જોવા મળ્યા હતા.
ફિલ્મમાં ઈન્સ્પેક્ટર સલીમ અહેમદની ભૂમિકા ભજવનાર અભિનેતા મુકેશ ઋષિએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.
ફિલ્મમાં ગેંગસ્ટર સુલતાનની ભૂમિકા ભજવનાર એક્ટર પ્રદીપ રાવત પણ જોવા મળ્યો હતો.
આ ફિલ્મમાં મિર્ચી સેઠની ભૂમિકા ભજવનાર એક્ટર અખિલેન્દ્ર મિશ્રા પણ જોવા મળ્યો હતો.
1999માં રિલીઝ થયેલી ‘સરફરોશ’ તે વર્ષની છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. માત્ર 8 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 33 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં આમિર ઉપરાંત નસીરુદ્દીન શાહ, સોનાલી બેન્દ્રે, મુકેશ ઋષિ અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા.